‘સ્પુતનિક-વી’ રસી પ્રતિ ડોઝ રૂ.995માં પડશે

હૈદરાબાદઃ રશિયા દ્વારા નિર્મિત અને ભારતે આયાત કરેલી ‘સ્પુતનિક-વી’ કોરોના-પ્રતિરોધક રસી ભારતની બજારમાં પ્રતિ ડોઝ રૂ. 948 વત્તા પાંચ ટકા જીએસટીના ઉમેરા સાથેની રીટેલ કિંમતે મળશે. આ જાણકારી હૈદરાબાદસ્થિત ફાર્માસ્યુટિકલ કંપની ડો. રેડીઝ લેબોરેટરીઝ દ્વારા આપવામાં આવી છે. ‘સ્પુતનિક-વી’ રસીનું ભારતમાં ઉત્પાદન ડો. રેડીઝ લેબોરેટરીઝ કરવાની છે.

કંપનીએ આમ છતાં કહ્યું છે કે દેશમાં આવનારા દિવસોમાં ‘સ્પુતનિક-વી’ રસીની સપ્લાય એક વાર શરૂ થઈ જશે તે પછી તેની કિંમત ઘટી જશે. વળી, આ રસીના આયાત કરાયેલા નવા કન્સાઈનમેન્ટ પણ આગામી મહિનાઓમાં રશિયામાંથી આવી જશે. આયાતી ‘સ્પુતનિક-વી’ રસીનો પહેલો ડોઝ આજે હૈદરાબાદમાં ડો. રેડીઝ લેબોરેટરિઝ ખાતે કસ્ટમ ફાર્મા સર્વિસીસના ગ્લોબલ વડા દીપક સપ્રાએ લીધો હતો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]