યુટ્યુબર એલ્વિશ યાદવને કોર્ટે આપ્યા જામીન

નવી દિલ્હીઃયુટ્યુબર એલ્વિશ યાદવને ગ્રેટર નોએડા જિલ્લા કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યા છે. સાપના ઝેર મામલે યાદવને જામીન મળી ગયા છે. યુટ્યુબર અને બિગ બોસ OTT 2 વિનર એલ્વિશ યાદવની સાપોના ઝેરના ખરીદ-વેચાણ મામલે ધરપકડ થઈ હતી. NDPSની લોઅર કોર્ટે તેની જામીન અરજી પર સુનાવણી કરી હતી. હવે ધરપકડના પાંચ દિવસ પછી યાદવ બક્સર જેલમાંતી બહાર આવશે. એલ્વિશ યાદવ સાપોના ઝેરની તસ્કરી મામલે છેલ્લા પાંચ દિવસોમાં ગૌતમબુદ્ધ નગરની બક્સર જેલમાં બંધ હતો. 17 માર્ચે એલ્વિશને પાંચ અન્ય લોકોની સાથે પોલીસે ધરપકડ કર્યો હતો. આ મામલેક પોલીસે એક બેન્કવેટ હોલમાં દરોડો પાડીને ચાર સાપ મદારી સહિત પાંચ લોકોની ધરપકડ કરી હતી અને નવ સાપ અને એના ઝેર જપ્ત કરવામાં આવ્યાં હતાં.યાદવ પર આરોપ છે કે તે રેવ પાર્ટી માટે સાપોના ઝેરનું આયોજન કરતો હતો અને સાપોનો ઉપયોગ પોતાના વિડિયો શૂટ માટે પણ કરતો હતો.

એલ્વિશ યાદવના વકીલ પ્રશાંત રાઠીએ કહ્યું હતું કે કોર્ટે યાદવને રૂ. 50,000ની જારમીન રકમ પર જામીન આપ્યા છે. યાદવની સાથે સાપોના ઝેર મામલે જે મદારીઓને પકડવામાં આવ્યા હતા એ બધા દિલ્હીના મોલરબંધ ગામના રહેવાસી હતા. તેમનું કહેવું છે કે પહેલા તેઓ મદારી હતા, પણ હવે તે લગ્નોમાં ઢોલ વગાડે છે. તેમનું કહેવું હતું કે તેઓ યાદવને પણ નથી જાણતા.