નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 76 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 54,044 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 717 લોકોનાં મોત થયાં છે. દેશમાં હવે કોરોના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 76,51,07 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,15,914 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 67,95,103 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 70,338 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,40,090એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 87.56 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.52 ટકા થયો છે.
WHOએ ભારતનો આભાર માન્યો
દુનિયાભરમાં કોરોના વાઇરસની દવા અને વેક્સીન વિકસિત કરવા માટે યુદ્ધ સ્તર પર કામ ચાલી રહ્યું છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ( WHO) કોવિડ-19 રોગચાળામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યું છે. આ દરમિયાન WHOના પ્રમુખ ટેડ્રોસ અધનોમ ઘેબ્રેસિયસે હિન્દીમાં ટ્વિટ કરીને ભારતનો આભાર વ્યક્ત કર્યો છે. આ મામલો કોરોના વેક્સિનની ઉપલબ્ધતા અને વિતરણ સાથે જોડાયેલો છે.
धन्यवाद भारत 🇮🇳 और दक्षिण अफ़्रीका 🇿🇦 , बौधिक सम्पदा के मुद्दे पर कोविड-१९ के संदर्भ में पुनर्विचार के सुझाव के लिए ताकि वैक्सीन, दवा आदि कम दाम पर उपलब्ध कराएं जा सके। ये एक सराहनीय कदम है 🙏https://t.co/b9ZLeX9kj7
— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) October 20, 2020
WHOના પ્રમુખે કહ્યું કે, ધન્યવાદ ભારત અને દક્ષિણ આફ્રિકા, બૌદ્ધિક સંપદાના મુદ્દા પર કોવિડ-19ના સંદર્ભમાં પુનર્વિચારની ભલામણ માટે જેથી વેક્સીન, દવા વગેરે ઓછા ભાવે ઉપલબ્ધ કરાવી શકાય. આ એક પ્રશંસનીય પગલું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.