કોરોનાના 36,604 નવા કેસો, 501નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 94 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 36,604 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 501 લોકોનાં મોત થયાં છે.  દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 94,99,414 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,38,122  લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 89,32,647 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 41,452 દર્દીઓ સ્વસ્થ થયા છે.  જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 4,28,644એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 93.94 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.45 ટકા થયો છે.વેપારીઓને રૂ. 2500 કરોડ નુકસાનની સંભાવના

સુરતમાં કોરોના રોગચાળાનો બીજા રાઉન્ડને લઈને સુરતના કાપડ વેપારીઓને મોટા નુકસાન વેઠવાની વારો આવે એવી શક્યતા છે. કારણ કે કોરોના અનલોક અને દિવાળીની  ઘરાકી સામે આવતા આગામી આવતા તહેવારને લઈને વેપારી મોટા પ્રમાણમાં માલ સ્ટોક કર્યો હતો. પણ બીજા રાઉન્ડને લઈને વેપાર નહીં થતાં વેપારી રૂ. 2500 કરોડનું નુકસાન થાય એવી સંભાવના છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.