કોર્બેવેક્સઃ બાયોલોજિકલ પ્રતિ મહિને 7.5-કરોડ ડોઝનું ઉત્પાદન કરશે

નવી દિલ્હીઃ કોરોનાના બુસ્ટર ડોઝ માટે હૈદરાબાદ સ્થિત કંપની બાયોલોજિકલ ઈ. લિ.ની કોર્બેવેક્સ વેક્સિનને ટ્રાયલની મંજૂરી મળી ગઈ છે. ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા (DGCI)એ કંપનીને આ મંજૂરી આપી છે. કંપનીની યોજના પ્રતિ માહ 7.5 કરોડ ડોઝ બનાવવાની છે. કંપનીનું કહેવું છે કે ફેબ્રુઆરી, 2022થી કંપની પ્રતિ મહિને 10 કરોડથી વધુ રસીના ડોઝનું ઉત્પાદન કરશે.

કોર્બેવેક્સ કોરોના રોગચાળાની સામે ભારતની પહેલી સ્વદેશી રૂપે વિકસિત પ્રોટિન સબ યુનિટ રસી છે. કોર્બેવેક્સ એક રિકોમ્બિનેન્ટ  પ્રોટિન સબ-યુનિટ રસી છે. કોર્બેવેક્સ એક રિકોમ્બિનેન્ટ પ્રોટિન સબ-યુનિટ રસી છે, જે વાઇરસની સપાટી પર સ્પાઇક પ્રોટિનના રિસેપ્ટર બાઇડિંગ ડોમેન (RBD)થી વિકસિત થાય છે. જેનાથી એ શરીરને વાઇરસની સામે પ્રતિરક્ષા બનાવવામાં મદદ કરે છે.

બાયોલોજિકલ ઈ. દેશની સૌથી મોટી રસી ઉત્પાદક કંપનીઓમાંની એક છે. એ વિશ્વની કેટલીય હેલ્થકેર એજન્સીઓની સાથે ભાગીદાર છે. એમાં WHO, યુનિસેફ અને પેન અમેરિકન હેલ્થ ઓર્ગેનાઇઝેશન સામેલ છે. કંપની 100થી વધુ દેશોમાં રસીનો પુરવઠો પૂરો પાડે છે. છેલ્લા એક દાયકામાં કંપનીએ બે અબજથી વધુ ડોઝનો પુરવઠો પૂરો પાડ્યો છે. કંપનીના ચાર વ્યૂહાત્મક બિઝનેસ યુનિટ છે.