કોંગ્રેસે ત્રણ રાજ્યોમાં ખેડૂતોનાં દેવાં-માફ નથી કર્યાઃ નાણાપ્રધાન

નવી દિલ્હીઃ નાણાપ્રધાન નિર્મલા સીતારામને લોકસભામાં શનિવારે બજેટ પરની ચર્ચાનો જવાબ આપતાં ફરી એક વાર કોંગ્રેસ અને વિપક્ષ નિશાન સાધ્યું છે. કોંગ્રેસ કેમ પહેલાં કૃષિ કાયદાઓને ટેકો આપતી હતી? જે હવે બદલાઈ ગઈ છે? ખેડૂતોને જ્ઞાન આપતી કોંગ્રેસ અનેક રાજ્યોમાં ચૂંટણી જીતવા  કહેતી હતી કે અમે કૃષિ લોન આપીશું, પણ મધ્ય પ્રદેશમાં એ લાગુ નથી થયું. કોંગ્રેસે મત મેળવીને ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા છે. કોંગ્રેસે રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં દેવાં માફ નથી કર્યાં. આશા છે કે કોંગ્રેસ આ બાબતે નિવેદન આપશે, પણ નથી આપ્યું. કોંગ્રેસ પરાળી વિષય પર પંજાબમાં કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતોને કેટલીક રાહત અપાવશે, પણ એ પણ નથી થયું.  

રાહુલ ગાંધીની ટિપપ્ણી પર જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે ‘અમે બે. અમારા બે’ની નીતિ તમારે ત્યાં છે. એનો અર્થ એ છે કે અમે બે લોકો પાર્ટી સંભાળીશું અને બે અન્ય લોકો (પુત્રી-જમાઈ) અન્ય બાબતોનું ધ્યાન રાખીશું. અમે આવું નથી કરતા. 50 લાખ સ્ટ્રીટ વેન્ડર્સને એક વર્ષની મૂડી રૂપે મૂડી રૂપે રૂ. 10,000 આપ્યા છે, તેઓ કોઈ ઉદ્યોગપતિઓ નથી. જે લોકો અમારા પર સતત મૂડીપતિઓ માટે કામ કરવાનો આરોપ લગાડે છે, તેમના માટે પીએમ સ્વનિધિ યોજના એક ઉદાહરણ છે. પીએમ સ્વનિધિ યોજના મૂડીપતિઓ માટે નથી. રાજસ્થાન અને હરિયાણમાં  જ્યારે એક પાર્ટીની સરકાર હતી, ત્યારે જમાઈને ત્યાં જમીન આપવામાં આવી હતી.