કંપનીઓ 2022માં સરેરાશ 9.4-ટકાનો પગારવધારો કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ ભારતીય કંપનીઓ વર્ષ 2022માં સરેરાશ 9.4 ટકા પગારવધારો કરે એવી શક્યતા છે. કંપનીઓએ 2021માં સરેરાશ 8.8 ટકાનો પગારવધારો કર્યો હતો.  દેશના આર્થિક સુધારા અને વપરાશમાં વધારો થવાના સંકેત છે, જેથી 2022માં સરેરાશ 9.4 ટકા પગારવધારાનું અનુમાન છે, એમ એક સર્વમાં માલૂમ પડ્યું છે.  

વર્ષ 2021 એવું વર્ષ છે, જે કોરોના રોગચાળાને કારણે તણાવગ્રસ્ત હતું. મોટા ભાગના વેપાર-ધંધામાં આશાવાદી દ્રષ્ટિકોણ છે, જેથી પગારવધાનો અંદાજ છે, એમ AONના પ્રદર્શન પુરસ્કાર વ્યવસાયોના ભાગીદાર CEO નીતિન સેઠીએ કહ્યું હતું. અમે મોટા ભાગનાં ક્ષેત્રોમાં સકારત્મકતા જોઈ રહ્યા છીએ, દેશમાં નિરંતર સીધા વિદેશી મૂડીરોકાણની સાથે મોટા રોકાણકારોના વિશ્વાસે મોટા ભાગનાં ક્ષેત્રોમાં માગમાં વધારો થયો છે, એમ તેમણે કહ્યું હતું.

દેશમાં 2022 માટે અંદાજિત સૌથી ઓછા પગારવાળા ક્ષેત્ર, ટેક્નોલોજી, ઈ-કોમર્સ, એન્જિનિયરિંગ, પ્રવાસન અને ઊર્જા આઇટી સર્વિસિસને સક્ષમ બનાવે છે. કોરોના રોગચાળાની ઘાતક લહેર છતાં ભારતીય સંગઠનોએ મુશ્કેલ સમયમાં પણ લવચિકતા દેખાડી છે, એમ AONના હ્યુમન કેપિટલ બિઝનેસમાં ભાગીદાર રૂપાંક ચૌધરીએ કહ્યું હતું. જોકે દેશમાં રોગચાળાનું જોખમ ઝળૂંબી રહ્યું છે, પણ 2022 માટે વેપાર-વ્યવસાયના અંદાજોમાં પગારના અંદાજોથી માલૂમ પડે છે કે કંપની વિકાસ માટે 2020ની તુલનામાં તૈયાર છે, એમ તેમણે કહ્યું હતું.