J-Kમાં વિસ્થાપિતોને સંપત્તિ પરત મેળવી આપવાનો રસ્તો સાફ

શ્રીનગરઃ મોદી સરકારે બીજા કાર્યકાળના પ્રારંભમાં જ જમ્મુ-કાશ્મીરના વિશેષ દરજ્જાને ખતમ કરીને આર્ટિકલ 370 અને કલમ 35-Aને દૂર કરી હતી. એ રીતે ‘એક દેશ એક નિશાન’નું સપનું સાકાર કર્યું હતું. હવે એના સકારાત્મક પરિણામો સામે આવવા લાગ્યાં છે. આતંકવાદીઓની હિંસાથી મજબૂર થઈને ખીણમાં હિજરત કરનારા કાશ્મીરી પંડિત સહિત બધા વિસ્થાપિતોને વડવાની મિલકતો મેળવી આપવા સરકારે એક મોટું પગલું લીધું છે. બાપ-દાદાની સંપત્તિથી સંકળાયેલી ફરિયાદોની સુનાવણી માટે જમ્મુ-કાશ્મીરના ઉપ-રાજયપાલ મનોજ સિંહાએ ઓનલાઇન પોર્ટલ લોન્ચ કર્યું છે. આ પોર્ટલ પર કાશ્મીરી પંડિતો, જેમની સંપત્તિ પર ગેરકાયદે કબજો થયેલો છે અથવા મજબૂર થઈ સંપત્તિઓની ખરીદી કરવામાં આવી છે, તેઓ એ પોર્ટલ પર ફરિયાદો નોંધાવી શકશે.

90ના દાયકામાં ખીણમાં ભયાનક આતંકવાદી હિંસા દરમ્યાન 60,000 પરિવારો ખીણમાંથી હિજરત કરી ગયા હતા. તેઓ ઘર-દુકાન બાપ-દાદાની સંપત્તિઓ છોડવાવાળાઓમાં આશરે 44,000 વિસ્થાપિત પરિવાર રાહત સંગઠન, જમ્મુ-કાશ્મીરમાં નોંધણી પામેલા છે, જ્યારે બાકીના પરિવારોએ અન્ય રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં સ્થાનાંતરિત હોવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. કાશ્મીરી હિન્દુઓની સાથે કેટલાય શીખ-મુસ્લિમ પરિવારોની પણ મોટા પાયે હિજરત થઈ હતી. આ વિસ્થાપિતોની જંગમ સંપત્તિઓ પર અતિક્રમણ કરી લેવામાં આવ્યું હતું. તેમને તેમની સંપત્તિ અડધા-પોણી કિંમતે વેચવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા. હવે તેમને તેમનાં મૂળિયાં પરત કરવાનો રસ્તો સાફ થયો છે.

મેં છેલ્લા 13 મહિનાઓમાં વિવિધ ધર્મોનાં કેટલાંક પ્રતિનિધિમંડળોથી મુલાકાત કરી હતી, તેમણે વિસ્થાપિતોના પરત ફરવાનું સમર્થન કર્યું હતું, એમ પોર્ટલનો પ્રારંભે ઉપરાજ્યપાલે જણાવ્યું હતું. પ્રવાસી પરિવારોમાં 40,142 હિન્દુ પરિવાર, 2684 મુસ્લિમ પરિવાર, 1730 શીખ સમુદાય છે.