નુસરતે પુત્રના પિતાનું-નામ હજી ગુપ્ત જ રાખ્યું છે

કોલકાતાઃ બંગાળી ફિલ્મોનાં અભિનેત્રી અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં સંસદસભ્ય નુસરત જહાંએ ગયા મહિને પુત્રને જન્મ આપ્યો હતો. માતા બન્યાં બાદ નુસરતે પહેલી જ વાર ગઈ કાલે જાહેરમાં દેખા દીધી હતી, પરંતુ પુત્રના પિતાનું નામ એમણે હજી પણ ગુપ્ત જ રાખ્યું છે. ‘તમારાં બાળકનાં પિતા કોણ છે?’ એમ જ્યારે એક પત્રકારે પૂછ્યું ત્યારે નુસરત જહાંએ જવાબમાં એમ કહ્યું હતું કે, ‘આ સવાલ નકામો છે. આનો પિતા કોણ? એવું પૂછવું એ કોઈ મહિલાનાં ચારિત્ર્ય પર કાળો ડાઘ લગાડવા સમાન છે. પિતાને ખબર જ હોય છે કે પિતા કોણ છે અને હાલ અમે સાથે મળીને માતૃ-પિતૃત્વ માણી રહ્યાં છીએ. હું અને યશ બહુ જ સરસ રીતે રહીએ છીએ.’

નુસરતે કહ્યું કે, ‘પુત્રનું નામ મેં યિશાન પાડ્યું છે. હું તો માતૃત્ત્વનો ખૂબ જ આનંદ માણી રહી છું.’ નુસરતનાં કહેવાતા બોયફ્રેન્ડ છે અભિનેતા-ભાજપના નેતા યશ દાસગુપ્તા. નુસરતને જ્યારે હોસ્પિટલમાંથી રજા અપાઈ હતી ત્યારે યશ જ તેને અને નવજાત બાળકને કારમાં તેડી ગયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]