SUV કાર-શોખીન અર્જુને વધુ એક લક્ઝરી કાર ખરીદી

નવી દિલ્હીઃ બોલીવૂડ સ્ટાર અર્જુન કપૂરનો SUV પ્રેમ જગજાહેર છે. ગેરેજમાં લેન્ડ રોવર ડિફેન્ડરને સામેલ કર્યાના થોડા મહિના પછી અર્જુને ફરી એક નવી લક્ઝરી કાર ખરીદી છે. તે એક મર્સિડીઝ-મેબેક GLS 600નો માલિક બની ગયો છે. આ લક્ઝરી ગાડી એટલી સરસ છે કે જ્યારે એ રસ્તા પર આવે છે, ત્યારે દરેક જણની આંખ એ કાર પર ચોંટી જાય છે, કેમ કે એ કારની મર્યાદિત એડિશન બહાર પડે છે.  જોકે એ કારની સવારી કરવા માટે અર્જૂન કપૂરે મોટી કિંમત ચૂકવવી પડી છે. એ કારની કિંમત છે રૂ. 2.43 કરોડ છે. અર્જુનની નવી કાર મોનોટોન કૈવાંસાઇટ બ્લુ શેડની છે, જેનો નંબર 2911 છે, જે તેના પિતા બોની કપૂર અને બહેન અંશુલા કપૂરના જન્મદિવસ-ક્રમશઃ 29 ડિસેમ્બર અને 11 નવેમ્બરનું સંયોજન છે. આ નંબર પ્લેટથી સ્પષ્ટ થાય છે કે અર્જુન માત્ર કારોથી જ નહીં, પણ તે પરિવારને પણ ઘણો પ્રેમ કરે છે.

Mercedes-Maybach GLS 600 4MATIC દરેક રીતે શાનદાર અને ભવ્ય છે. એ મર્સિડીઝ-મેબેક બ્રાન્ડ હેઠળ લોન્ચ થનારી પહેલી SUV છે. ફ્લેગશિપ મોડલને આ વર્ષના પ્રારંભમાં લોન્ચ કરવામાં આવી હતી અને 2021 માટે માત્ર 50 યુનિટ વેચવાની વાત નક્કી કરવામાં આવી હતી.

આ લક્ઝરી બીસ્ટ 4.9 સેકન્ડમાં 0-100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે, જેની ટોપ સ્પીડ 250 કિમી પ્રતિ કલાક છે. કામના મોરચે અર્જુન કપૂર ટૂંક સમયમાં ‘ભૂત પોલીસ’માં દેખાશે. તેની વધુ એક ફિલ્મ પાઇપલાઇનમાં ‘એક વિલન રિટર્ન્સ’ પણ છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]