અખ્તરના કેસને-પડકારતી કંગનાની અરજી હાઈકોર્ટે નકારી કાઢી

મુંબઈઃ બોલીવુડ ગીતકાર, પટકથાલેખક જાવેદ અખ્તરે નોંધાવેલા માનહાનિના કેસ વિરુદ્ધ અભિનેત્રી કંગના રણોતે નોંધાવેલી અરજીને મુંબઈ હાઈકોર્ટે આજે નકારી કાઢી છે. અખ્તરે એવો આરોપ મૂક્યો છે કે કંગનાએ ગયા વર્ષે અર્ણબ ગોસ્વામીએ લીધેલા એક ટીવી ઈન્ટરવ્યૂમાં પોતાની વિરુદ્ધ પાયાવિહોણી કમેન્ટ્સ કરી હતી. એમણે કંગના સામે માનહાનિનો કેસ કર્યો છે. તેના પ્રતિસાદ રૂપે કંગનાએ પોતાની સામેના કેસની કાર્યવાહી રદ કરાવવા માટે હાઈકોર્ટમાં અરજી નોંધાવી હતી.

કંગના સામેની અદાલતી કાર્યવાહી આ વર્ષના આરંભમાં અંધેરી મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા શરૂ કરવામાં આવી હતી. તેને કંગનાએ હાઈકોર્ટમાં પડકારી હતી. હાઈકોર્ટનાં જજ રેવતી મોહિતે-ડેરેએ આજે તેની અરજી નકારી કાઢી છે.