રાયપુરઃ 90-બેઠકોની છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં આજે સવારથી મતગણતરી શરૂ કરવામાં આવી છે. શાસક કોંગ્રેસના નેતા અને મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલ એમના મુખ્ય હરીફ ભાજપના વિજય બઘેલ સામે પાછળ હોવાનું જાણવા મળ્યું છે. ભાજપના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન રમન સિંહ રાજનંદગાંવ બેઠક પર પાછળ હોવાનું જાણવા મળ્યું છે.
રાજ્યમાં ગઈ 7 અને 17 નવેમ્બરે – બે ચરણમાં મતદાન યોજાયું હતું. મતદાનની કુલ ટકાવારી 76.31 ટકા રહી હતી.
