કેન્દ્રને સસ્તી,રાજ્યોને રસી-મોંઘી?: સરકારનો સુપ્રીમને જવાબ

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના એ સૂચનને માનવાથી ઇનકાર કર્યો છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે કોરોનાની રસીની કિંમતો એકસમાન હોવી જોઈએ. કેન્દ્રએ 200 પાનાંનું રવિવારે એક સોગંદનામું રજૂ કર્યું હર્યું હતું, જેમાં દેશની કોરોનાની સ્થિતિ માટે રસીની નીતિ માટે પોતાનો પક્ષ મૂક્યો હતો. આ એફિડેવિટમાં કોરોના રોગચાળાની સમયે આ પ્રકારની બાબતોમાં ન્યાયિક દખલ માટે ઓછી જગ્યાએ છે. કેન્દ્ર સરકારને સસ્તી અને રાજ્યોને મોંઘી કેમ મળી રહી છે કોરોનાની રસી? એમ સુપ્રીમે સવાલ કર્યો છે.

આ સવાલનો જવાબ આપતાં કેન્દ્રએ આ એફિડેવિટમાં કહ્યું છે કે રાજ્યોની વિનંતીઓ પર 18થી 44 વર્ષની વયના લોકોને કોરોનાના રસીકરણને મંજૂરી આપવામાં આવી છે. એવું નથી કે એક રાજ્યને વધુ અને કોઈ અન્ય રાજ્યને ઓછી કિંમતે રસી મળી રહી છે. સુપ્રીમે કેન્દ્રને કોરોના રસીના ઉત્પાદકોને એકસમાન કિંમતે રાજ્યોને કોવિડની રસીનો સપ્લાય પૂરો પાડવા માટે સૂચન કર્યું છે. જોકે એકસમાન ભાવોની માટેની સલાહને અવગણતાં કેન્દ્રએ એની એફિડેવિટમાં જણાવ્યું હતું કે કેન્દ્ર એ પણ કહ્યું હતું કે રાજ્યોને રસીનો ક્વોટા અલોટ થશે, એમાંથી 50 ટકા રસી ખાનગી કંપનીઓ અથવા ખાનગી હોસ્પિટલને આપશે. જે લોકો રસીની કિંમત ચૂકવી શકે છે, જે ખાનગી હોસ્પિટલોમાં રસી લેશે. આનાથી રાજ્ય સરકાર પર બોજ ઓછો થશે.

કેન્દ્રએ કહ્યું હતું કે અત્યાર સુધી રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને 17.56 કરોડ કોરોનાની રસીના ડોઝ આપ્યા હતા. બધા વયના જૂથના લોકો માટે આગામી ત્રણ દિવસમાં એમને 46 લાખ ડોઝ આપવામાં આવશે, એમ રાજ્યપ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું હતું કે બધાને રસીકરણ માટે કેન્દ્રીય બજેટમાં ફાળવાયેલા રૂ. 35,000 કરોડનો ઉપયોગ કરવામાં આવે.

પુણેસ્થિત સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા કોવિશીલ્ડને કેન્દ્રને પ્રતિ ડોઝ રૂ. 150 આપી રહી છે, જ્યારે રાજ્યોને એ ડોઝ રૂ. 300માં આપી રહી છે, જ્યારે ખાનગી હોસ્પિટલોએ રાજ્યોથી બમણી કિંમતે રૂ .600માં મેળવી રહી છે.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]