છત્તીસગઢમાં આ વખતે પરિવર્તન નક્કી છેઃPM મોદી

બિલાસપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી બિલાસપુરમાં ચૂંટણી સંબોધિત કરી હતી. તેમણે કહ્યું હતું કે છત્તીસગઢમાં પરિવર્તન નક્કી છે. કોંગ્રેસના અત્યાચારોથી છત્તીસગઢની જનતા તોબા પોકારી ગઈ છે. અમે આવા ઉત્સાહ અને ઉમંગ નથી જોયા. પરિવર્તન યાત્રાએ છત્તીસગઢમાં કમાલ કરી દીધી છે. અહીં દરેક યોજનામાં ભ્રષ્ટાચાર હાવી છે. કોંગ્રેસને સત્તા પરથી દૂર કરવા લોકો તૈયાર છે. અટલજીએ આ રાજ્યનું નિર્માણ કર્યું હતું.

તેમણે કહ્યું હતું કે જ્યારે રિમોટ કન્ટ્રોલથી કોંગ્રેસની સરકાર ચાલી રહી હતી. આ વર્ષે ભાજપ સરકારે છત્તીસગઢની સરકારને રૂ. 6000 કરોડ રેલવેના વિસ્તરણ માટે આપ્યા છે. આ મોદીનો છછત્તીસગઢ માટેનો પ્રેમ છે.

વડા પ્રધાન મોદી ત્રણ મહિનામાં ત્રીજી વખત છત્તીસગઢ પહોંચ્યા છે. રાયપુર પહોંચ્યા બાદ તેઓ આર્મીના હેલિકોપ્ટર દ્વારા બિલાસપુર પહોંચ્યા હતા. અહીં તેઓ ભાજપની પરિવર્તન યાત્રાનું સમાપન કરશે. તેમની જાહેર સભા સાયન્સ કોલેજના મેદાનમાં છે. વિધાનસભા ચૂંટણીના દ્રષ્ટિકોણથી ડિવિઝનની 25 બેઠકો પર તેમનો મેળાવડો મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.

વડા પ્રધાન મોદીની સભામાં એક લાખથી વધુ લોકોની ભીડ ઊમટી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પાંચ વર્ષમાં આ બીજી વખત છે જ્યારે વડા પ્રધાન મોદી બિલાસપુરની મુલાકાતે છે. અગાઉ વર્ષ 2018માં તેમણે આ જ સાયન્સ કોલેજના મેદાનમાં ચૂંટણી સભા કરી હતી. PMની મુલાકાતને લઈને સાયન્સ કોલેજનું મેદાન સીલ કરવામાં આવ્યું છે.