‘પીએમ કેર્સ ફંડ’માં મળેલી રકમ જાહેર કરવાનો સરકારનો ઈનકાર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર હાઈકોર્ટની નાગપુર બેંચને એ અરજીને ફગાવવાની માંગ કરી કે જેમાં કોવિડ 19 મહામારી સંકટના દરમિયાન સરકાર દ્વારા ગઠન કરવામાં આવેલા સાર્વજનિક પરોપકાર ટ્રસ્ટ ‘પીએમ કેર્સ ફંડ’ દ્વારા એને પ્રાપ્ત થયેલી દાનની રકમની જાહેરાત કરવા માટે કહેવામાં આવ્યું છે.

સોલિસિટર જનરલ અનિલ સિંહે બોમ્બે હાઈકોર્ટની નાગપુર પીઠને કહ્યું હતું કે, વકીલ અરવિંદ વાઘમારે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દેવી જોઈએ. જો કે, પીઠે આ મામલે સરકારને થોડી રાહત આપતા પોતાનો જવાબ બે સપ્તાહની અંદર રજૂ કરવા માટે કહ્યું છે. મહત્વનું છે કે, એપ્રીલમાં સુપ્રીમ કોર્ટ જસ્ટિસ એસ.બી.શુક્રે અને એ.એસ. કિલરના એક ડિવિઝન દ્વારા પીએમ કેર્સ ફંડ વિરુદ્ધ આ જ પ્રકારની અરજીને ફગાવી દેવામાં આવી હતી.

અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, પીએમ કેર્સ ફંડના દિશાનિર્દેશો અનુસાર, ચેરપર્સન અને ત્રણ અન્ય ટ્રસ્ટીઓ સિવાય, ચેરપર્સનને ત્રણ અને ટ્રસ્ટીની નિમણૂંક કરવાની હતી. જો કે, 28 માર્ચ 2020 ના રોજ ટ્રસ્ટના ગઠન બાદથી આજ સુધીમાં કોઈ નિયુક્તિ કરવામાં આવી નથી. અરજીમાં સરકાર અને ટ્રસ્ટ પાસેથી યોગ્ય તપાસ અને પારદર્શીતા માટે વિપક્ષી દળોના ઓછામાં ઓછા બે સભ્યોને નિયુક્ત કરવા માટે દિશા નિર્દેશની માંગ કરવામાં આવી છે.