નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને આદેશ આપ્યો છે કે કોરોનાવાઈરસ રોગચાળાનો ફેલાવો અટકાવવા માટે આ બીમારીના કેસ જ્યાં મોટી સંખ્યામાં હોય તેવા જિલ્લાઓમાં પગલાં વધારે કડક બનાવવા. તે ઉપરાંત દેશભરમાં લાગુ કરાયેલી કોવિડ-19 સંચાલન માટેની માર્ગદર્શિકાઓનું કડક રીતે પાલન કરવાનું રહેશે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે રાષ્ટ્રીય સ્તરે લાગુ કરેલા નિયંત્રણો 31 મે સુધી અમલમાં રાખવા. ગૃહ મંત્રાલયે આમ છતાં, મે મહિના માટે ઈસ્યૂ કરેલા તેના આ નવા આદેશમાં દેશમાં કોઈ પણ ઠેકાણે લોકડાઉન લાગુ કરવા વિશે કંઈ જણાવ્યું નથી. પરંતુ, રાજ્ય સરકારોને જરૂરી પગલાં લેવાનું કહ્યું છે.