નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે 100થી વધુ એવી મૂડીરોકાણ તેમ જ પાર્ટ ટાઇમ જોબ ઓફર કરીને કૌભાંડ કરતી વેબસાઇટો પર પ્રતિબંધ મૂકી દીધો છે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશનટેક્નોલોજી મંત્રાલયે IT એક્ટ, 2000 હેઠળ આ વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે. જે વેબસાઇટ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે, એની ઓળખ ગયા સપ્તાહે નેશનલ સાઇબર ક્રાઇમ થ્રેટ એનાલિટિક્સ યુનિટે (NCTAUએ) કરી હતી. આ વેબસાઇટ્સ ઓર્ગેનાઇઝ્ડ ઇન્વેસ્ટમેન્ટ્સ, ટાસ્ક આધારિત પાર્ટ ટાઇમ જોબને નામે લોકોને પોતાની જાળમાં ફસાવતી હતી.
ગૃહ મંત્રાલયે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેક્નોલોજીને આ વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવા માટે નિર્દેશ આપ્યા હતા. એક મિડિયા અહેવાલ મુજબ હૈદરાબાદ પોલીસે સૌથી મોટી છેતરપિંડીનો ખુલાસો કર્યો હતો, જેમાં આશરે રૂ. 712 કરોડ એકત્ર થયા હતા અને એ ચીનથી ઓપરેટ થઈ રહી હતીએમાં લોકોને ટેલિગ્રામ એપ દ્વારા પાર્ટ ટાઇમ જોબને નામે ફસાવવામાં આવતા હતા. આ મામલે હૈદરાબાદ સાઇબર ક્રાઇમ પોલીસની પાસે ફરિયાદ આવી હતી તે ટેલિગ્રામ પર રેટ એન્ડ રિવ્યુ જોબના ચક્કરમાં ફસાઇ ગયો હતો.
આ કેસમાં પીડિતાને પહેલાં સરળ કામ આપવામાં આવે છે. તેને નાની રકમનું મૂડીરોકાણ કરવામાં આવે છે અને નફા માટે રેટિંગ અસાઇનમેન્ટ આપવામાં આવે છે. ત્યાર બાદ તેમને મોટા મૂડીરોકાણમાં ખેંચવામાં આવે અને એ રીતે તેઓ કૌભાંડનો શિકાર બને છે. તિરુવનંતપુરમના કોલ્લમમાં પીડિતની સાથે રૂ. 1.2 કરોડની છેતરપિંડી થઈ હતી. આ પ્રકારના કૌભાંડ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા મેસેજિંગ પ્લેટફોર્મ દ્વારા વધી રહ્યા છે. જેટલી વેબસાઇટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એ કેટલાંય બેન્ક ખાતાંઓથી જોડાયેલી હતી.