કોલકાતાઃ આરજી કર હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટરથી રેપ અને હત્યા કેસમાં CBIએ ચાર્જશીટ દાખલ કરી છે. આ કેસમાં પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. 200થી વધુ પાનાંની ચાર્જશીટમાં 200 લોકોનાં નિવેદનો છે. આમાં માત્ર દુષ્કર્મ અને હત્યાની વાત કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં સામૂહિક દુષ્કર્મની વાત નથી કહેવામાં આવી.
આ રેપ અને હત્યા કેસમાં સંજય રોયને જ હત્યા અને રેપનો મુખ્ય આરોપી બનાવવામાં આવ્યો હતો. કોલકાતાની એક વિશેષ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી ચાર્જશીટમાં CBIએ સ્થાનિક પોલીસની સાથે સ્વયંસેવકના રૂપે કામ કરતા રોયે નવ ઓગસ્ટે હોસ્પિટલમાં આ ઘટનાને અંજામ આપ્યો હતો.
આ રેપ અને હત્યા કેસમાં આ કેસમાં પાંચ ઓક્ટોબરે જુનિયર ડોક્ટર્સ આમરણ ઉપવાસ પર બેઠા છે. તેમનું કહેવું છે કે પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની સરકાર તેમની માગે પૂરી નથી કરી રહ્યાં, જે પછી તેમણે હવે આમરણ ઉપવાસનો રસ્તો અપનાવ્યો પડ્યો છે. જુનિયર ડોક્ટરો ત્રણ દિવસના આમરણ ઉપવાસ પર બેઠા છે. પ્રદર્શનકારી ડોક્ટરોએ એ વાત પર ભાર મૂક્યો હતો કે મૃતક મહિલા ડોક્ટરને ન્યાય મળે એની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
તેમની અન્ય માગોમાં રાજ્યમાં બધી હોસ્પિટલો અને મેડિકલ કોલેજોમાં કેન્દ્રીકૃત રેફરલ પ્રણાલી લાવવી, હોસ્પિટલોમાં એક ડિજિટલ બિસ્તરની નિગરાની પ્રણાલી સ્થાપિત કરવી અને કાર્યસ્થળોએ CCTV તેમજ તેમની અન્ય માગો સામેલ છે. આ ઉપરાંત ડોક્ટરો માટે પોલીસ સુરક્ષા, સ્થાયી મહિલા કર્મચારીઓની ભરતી, નર્સ તથા અન્ય આરોગ્ય દેખભાળ કર્મચારીઓ માટે ખાલી પદોને તરત ભરવાની માગ કરી રહ્યા છે.