કેપ્ટન અમરિન્દર NDAના ઉપ-રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હોવાની શક્યતા

નવી દિલ્હીઃ લંડનમાં સારવાર કરાવી રહેલા પંજાબના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દર સિંહ સક્રિય રાજકારણથી દૂર થઈને NDAના ઉપ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર થવાની શક્યતા છે. આ મહિનના બીજા સપ્તાહમાં લંડનથી પરત ફર્યા પછી કેપ્ટન પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનો ભાજપમાં વિલય કરવાની ઘોષણા કરે એવી શક્યતા છે. કેપ્ટન હાલ સારવાર કરાવ્યા પછી લંડનમાં આરામ કરી રહ્યા છે.

પંજાબના બે વાર મુખ્ય પ્રધાન રહેલા મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિન્દરને સપ્ટેમ્બર, 2021માં કોંગ્રેસ હાઇ કમાન્ડે મુખ્ય પ્રધાનપદેથી દૂર કર્યા હતા. કેપ્ટને પંજાબ લોક કોંગ્રેસના નામે નવી પાર્ટી બનાવી હતી. અમરિન્દરની પાર્ટીથી ગઠબંધન કર્યા પછી ભાજપ માત્ર બે સીટો પર સમેટાયો હતો, જ્યારે કેપ્ટનની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસ ખાતું પણ નથી ખોલી શકી અને કેપ્ટન ખુદ તેમની પરંપરાગત સીટ પટિયાલાથી આમ આદમી પાર્ટીના વિજેતા ઉમેદવારના મુકાબલે કેપ્ટન જમાનત પણ નહોતા બચાવી શક્યા.પંજાબમાં 80ની વયે નવી પાર્ટી ખોલીને આગામી રાજકીય ઇનિંગ્સ રમનારા કેપ્ટન સક્રિય રાજકારણમાં રહેવાને બદલે ભાજપમાં સામેલ થઈને બંધારણીય પદની શોધમાં હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પછીના ટેકામાં ખૂલીને પ્રચાર કરવાવાળા કેપ્ટન અમરિન્દર સિંહની સાંસદ પત્ની પરનીત કૌર હજી પણ કોંગ્રેસમાં છે.

રાષ્ટ્રપતિ પદ માટે આદિવાસી સમુદાયથી આવનારા ઉમેદવાર દ્રોપદી મુર્મુ પછી NDAએ 2024ની લોકસભાની ચૂંટણીમાં શીખ સમુદાયને પોતાની તરફેણમાં ખેંચી લાવવા માટે કેપ્ટનને ઉપ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવાની તૈયારી છે. કેપ્ટન ઉપ રાષ્ટ્રપતિ બનશે તો આ પદ પર આરૂઢ થનારા તેઓ બીજા શીખ હશે. કેપ્ટનના સહારે દેશના બે ટકા શીખ મતદાતાઓ અને પંજાબને સાધવાના પ્રયાસ છે. 2024 લોકસભાની ચૂંટણીથી પહેલાં ભાજપ પંજાબમાં મજબૂત જીત હાંસલ કરવા ઇચ્છા રાખે છે. આગામી નિશાન 2027ની પંજાબ વિધાનસભાની ચૂંટણી પર છે.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]