સાઇબર છેતરપિંડી થવા પર આ નંબર્સ પર કોલ કરો…પરત મળશે નાણાં

નોએડાઃ સાઇબર છેતરપિંડી થવા પર હવે તમારે ફરિયાદને એક પોલીસ સ્ટેશનથી બીજામાં ભટકવાની જરૂર નથી. પોલીસ કમિશનર દ્વારા જારી સાઇબર હેલ્પલાઇન નંબર પર તમે ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ મળતાં પોલીસ કર્મચારી તરત એક્શન લેશે અને તમારા ખાતામાંથી નીકળેલી રકમને પરત અપાવવાના પ્રયાસ કરશે. સાઇબર ક્રાઇમ અને ડ્રગ્સની તસ્કરીને રોકવા અને જલદી તપાસ કરીને કાર્યવાહી કરવા માટે કમિશનર ઓફ પોલીસે નવી વ્યવસ્થા શરૂ કરી છે.

સાઇબર હેલ્પલાઇન 0120-4846100, નાર્કોટિક્સ હેલ્પલાઇન 0120-4846101 છે. આ નંબરો પર ફોન કરીને 24 કલાક ઘેર બેઠાં  પોલીસની મદદ લઈ શકાશે. હેલ્પલાઇનની સુવિધાનો શુભારંભ બુધવારે પોલીસ કમિશનર લક્ષ્મી સિંહે કર્યો હતો. આ પ્રસંગે તેમણે કહ્યું હતું કે બંને હેલ્પલાઇનની સાથે સેક્ટર-108 ઓફિસમાં હેલ્પ ડેસ્ક બનાવવામાં આવી છે. સાઇબર ક્રાઇમના પીડિતનો કેસ નોંધાવવા અથવા તપાસ કરવા માટે હવે ભટકવું નહીં પડે.

કમિશનરે જણાવ્યું હતું કે જે સાઇબર હેલ્પ ડેસ્ક સેક્ટર-108 સ્થિત કમિશનરની ઓફિસમાં બનાવવામાં આવી છે. એ સાઇબર છેતરપિંડી અને ક્રાઇમ પીડિત માટે પહેલું અને છેલ્લું સરનામું હશે. સાઇબર ક્રાઇમ ઝડપથી વધી રહ્યો છે. પહેલાં પીડિતની ફરિયાદ કર્મચારીઓ આગળ મોકલી દેતા હતા, પણ હવે એવું નહીં થાય. હેલ્પલાઇન પર આવતી ફરિયાદ પર કેન્દ્રના સાઇબર ક્રાઇમ પોર્ટલ હેલ્પલાઇન 1930ની માહિતી અપાશે. પ્રયાસ હશે કે છેતરપિંડીના 24 કલાકની અંદર એકાઉન્ટમાંથી કાઢવામાં આવોલી રકમ જે પણ અકાઉન્ટમાં જાય એ છે એને ઓળખીને એને ફ્રીઝ કરી દેવામાં આવે.

 

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]