સિલિગુડીઃ દેશમાં ‘સિટિઝન એમેડમેન્ટ એક્ટ’ (CAA) ટૂંક સમયમાં લાગુ થશે. પશ્ચિમ બંગાળમાં એક સભાને સંબોધતાં જેપી નડ્ડાએ જણાવ્યું હતું કે CAA લાગુ કરવામાં કોરોના વાઇરસ રોગચાળાને કારણે મોડું થયું હતું, પણ હવે ટૂંક સમયમાં આ કાયદો લાગુ કરવામાં આવશે. ‘સિટિઝન એમેડમેન્ટ એક્ટ’ બિલ સંસદમાં પાસ થઈ ગયા પછી કાયદો બની ગયું છે અને ભાજપ એને લાગુ કરવા માટે પ્રતિબદ્ધ છે, એમ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ જણાવ્યું હતું.
પશ્ચિમ બંગાળના સિલીગુડીમાં સભાને સંબોધિત કરતાં ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું હતું કે તમને CAA મળશે એ નક્કી છે. જોકે હજી નિયમ બની રહ્યા છે. કોરોનાને કારણે થોડી અડચણ આવી છે. જેમ-જેમ કોરોનાનો પ્રકોપ ઓછો થશે. બહુ જલદી તમને એની સેવા મળશે. એને અમે લાગુ કરીશું. ‘નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ’ (NRC) અને CAAના પક્ષમાં સ્થાનિક લોકોની ભાવના જોડાયેલી છે. આને લીધે ભાજપને ક્ષેત્રમાં પોતાની પકડ મજબૂત કરી છે.
ભાજપના મુખ્ય મુદ્દાઓમાં CAA સામેલ
પાછલી લોકસભાની ચૂંટણીમાં ભાજપે આ ક્ષેત્રની આઠમાંથી સાત સીટો જીતી હતી. રાજ્ય વિધાનસભાની ચૂંટણી આગામી વર્ષે યોજાવાની છે. જેથી ભાજપે સ્થિતિ મજબૂત કરવા મુખ્ય વિપક્ષી પાર્ટીના રૂપમાં સ્થાપિત કરી છે. મમતા બેનરજી સત્તામાં વાપસી માટે પ્રયત્નશીલ છે. CAAને લઈને પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં નડ્ડાએ સંકેત આપ્યા હતા કે આગામી ચૂંટણીમાં ભાજપના મુખ્ય મુદ્દાઓમાં એ સામેલ રહેશે. તૃણમૂલ કોંગ્રેસે સંસદથી સડક સુધી CAAનો પુરજોશથી વિરોધ કર્યો હતો.
‘ભાગલા પાડો અને રાજ કરો’
આ સભામાં જેપી નડ્ડાએ પશ્ચિમ બંગાળની સત્તારૂઢ તૃણમૂલ કોંગ્રેસની ‘ભાગલા પાડો અને રાજ કરો’ની નીતિ પર ચાલવાનો આરોપ મૂક્યો હતો અને આગામી સરકાર ભાજપની બનશે, એવો વિશ્વાસ દર્શાવ્યો હતો. નડ્ડાએ કહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસના રાજમાં આટલા સમય સુધી હિન્દુ સમાજ સાથે વિશ્વાસઘાત કર્યો છે. હવે જ્યારે સમજમીં આવ્યું છે ત્યારે દરેક સમાજને એક કરવાના પ્રયાસ થઈ રહ્યા છે. આ એ લોકો છે, જે માત્ર વોટબેન્કનું રાજકારણ કરે છે, માત્ર સત્તામાં રહેવા માટે રાજકારણ કરે છે.
‘સૌનો સાથે, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ’
તેમણે કહ્યું હતું કે ભાજપ અને વડા પ્રધાન મોદીની મૂળ નીતિ છે- ‘સૌનો સાથે, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ,’ જ્યારે અન્ય પાર્ટીઓની નીતિ છે- ‘ભાગલા પાડો, સમાજમાં ભાગલા પાડો,’ અલગ-અલગ કરીને રાખો, ‘અલગ-અલગ માગ કરો અને રાજ કરો.’ સૌનો સમાવેશ કરીને ચાલવાની તાકાત માત્ર મોદીજીમાં છે. ભાજપ સમાજને જોડે છે, જ્યારે તે લોકો સમાજને તોડીને વોટબેન્કનું રાજકારણ કરે છે.