નફો મેળવવા બાયજૂઝ 2,500 કર્મચારીઓની છટણી કરશે

મુંબઈઃ દિવાળી માથે આવી છે ત્યારે વિશ્વની સૌથી વધુ મૂલ્યવાળી એડટેક સ્ટાર્ટઅપ બાયજૂઝ કંપનીએ તેની વધી ગયેલી ખોટને કારણે ખર્ચા ઘટાડવા માટે તમામ વિભાગોમાંથી આશરે 2,500 કર્મચારીઓની છટણી કરવાનું નક્કી કર્યું છે, એમ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું છે.

કંપનીને ગયા નાણાકીય વર્ષમાં નફો વધ્યો નહોતો અને ખોટ થતાં ફરી નફો હાંસલ કરવા માટે કંપનીએ કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે. કંપનીને વર્ષ 2020-21માં રૂ.2,428 કરોડની ખોટ ગઈ હતી. કંપની ભવિષ્યમાં ભારત સહિત વિદેશમાં નવીન ભાગીદારી કરીને વિસ્તરણ યોજના હાથ ધરવા માગે છે.