UPમાં બસદુર્ઘટનાઃ નવનાં મોત, 20 ઘાયલ

બારાબંકીઃ ઉત્તર પ્રદેશમાં બારાબંકીના પૂર્વાંલ એક્સપ્રેસવે પર રસ્તાના કિનારે ઊભેલી ડબલ ડેકર બસને એક અન્ય ઝડપથી આવી રહેલી બસે ટક્કર મારી હતી. આ દુર્ઘટનામાં કમસે કમ નવ યાત્રીઓનાં મોત થયાં હતાં, જ્યારે 20 યાત્રીઓ ઘાયલ થયા હતા. આ બંને બસો બિહારથી દિલ્હી જઈ રહી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ડબલ ડેકર બસ બિહારથી દિલ્હી જઈ રહી હતી, ત્યારે પૂર્વાંચલ એક્સપ્રેસ પર સત્તાવાર ઢાબા પર ઊભી હતી, ત્યારે પ્રવાસીઓ ચા-પાણી અને નાસ્તો કરતા હતા. એ દરમ્યાન અન્ય ડબલ ડેકર બસ પાછળથી બહુ તેજ સ્પીડથી આવી રહી હતી અને ઊભેલી બસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે નવ લોકોના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં.

આ અકસ્માત વિશે માહિતી આપતાં ASP મનોજ પાંડે કહ્યું હતું કે આ ઘટનાની માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થલે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. આ બસોને ક્રેન્સથી છૂટી પાડવામાં આવી હતી. ત્યાર બાદ ટ્રાફિક પુનઃ શરૂ થયો હતો. આ અકસ્માત પછી સ્થાનિક લોકોએ ફસાયેલા યાત્રીઓને હાર કાઢવાનું કામ કર્યું હતું. પોલીસે ઘયલોને હોસ્પિટલમાં પહોંચાડવાનું કામ કર્યું હતું.

મુખ્ય પ્રધાન યોગા આદિત્યનાથે આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને ઘાયલોને ત્વરિત સારવાર કરવા માટે નિર્દેશ આપ્યા હતા. તેમણે ટ્વીટ કરીને પૂર્વાંચલ એક્સપ્રેસ પર થયેલા અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. સંબંધિત અધિકારીઓને રાહત અને બચાવ કાર્ય ઝડપથી કરવા અને ઘાયલોને સારવાર આપવા નિર્દેશ આપ્યા હતા.