નવી દિલ્હીઃ BRS નેતાએ કવિતાની પોતાની ધરપકડને પડકારવા માટે સુપ્રીમ કોર્ટનાં દ્વાર ખટખટાવ્યાં છે. તેઓ હાલ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની હિરાસતમાં છે. BRSના પ્રમુખ અને તેલંગાણાના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી ચંદ્રશેખર રાવની પુત્રી કવિતાને શુક્રવારે હૈદરાબાદથી ધરપકડ કરીને દિલ્હીમાં લાવવામાં આવ્યાં હતાં.
EDએ તેમને શનિવારે દિલ્હીની કોર્ટમાં હાજર કર્યાં હતાં, જ્યાં કોર્ટે 23 માર્ચ સુધી પૂછપરછ માટે હિરાસતમાં રાખવા માટે વિનંતીનો સ્વીકાર કર્યો હતો.
બીજી બાજુ કવિતાએ પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે આ એક ગેરકાયદે ધરપકડ છે. તેમની કાનૂની ટીમે પુષ્ટિ કરી હતી કે આજે સવારે સુપ્રીમ કોર્ટમાં એક રિટ પિટિશન દાખલ કરવામાં આવી હતી. તેમણે રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર થવા દરમ્યાન કહ્યું હતું કે આ એક ગેરકાયદે ધરપકડ છે. આ એક મનઘડંત કેસ છે. એની સામે હં લડીશ.
EDએ આરોપ લગાવ્યો હતો કે કવિતા એક સાઉથ ગ્રુપનો હિસ્સો હતાં. તેમણી દિલ્હી લિકર પોલિસી હેઠળ ગેરકાયદે લાભ લેવા માટે આમ આદમી પાર્ટીના નેતાઓને રૂ. 100 કરોડ આપ્યા હતા. જોકે કવિતાએ આ આરોપોનો ઇનકાર કર્યો હતો. આ કેસમાં આપના ત્રણ મુખ્ય નેતા મનીષ સિસોદિયા, સંજય સિંહ અને વિજય નાયર પહેલેથી જેલમાં છે.
EDએ આરોપ લગાવ્યો હતો કે આ કેસના એક આરોપી વિજય નાયરને સાઉથ ગ્રુપથી કમસે કમ રૂ. 100 કરોજની લાંચ મળી હતી. કે. કવિતાને શનિવારે 23 માર્ચે EDની હિરાસતમાં મોકલવામાં આવ્યાં હતાં.
