નવી દિલ્હીઃ ભાજપે વડા પ્રધાન મોદીની તીખી આલોચના કરનારા વિરોધ પક્ષના નેતાઓ પર નિશાન સાધ્યું છે. ભગવા પાર્ટીએ ટ્વિટર પર વિડિયો કેપ્શન સાથે શેર કર્યો છે- मुझे चलते जाना है (मुझे चलते रहना है)- ચાર મિનિટના આ વિડિયોમાં વડા પ્રધાનની 2007થી અત્યાર સુધી રાજકીય સફર દર્શાવવામાં આવી છે. આ વિડિયોમાં ભાજપે PM મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની બધી મુખ્ય સફળતાઓ વર્ણવવાની સાથે વિપક્ષ દ્વારા તેમને ‘મોત કા સોદાગર’ અને ‘ચાયવાળા’ કહીને નિશાન બનાવવાના પ્રયાસોને બતાવવામાં આવ્યા છે.
તેઓ જ્યારે 2014માં વડા પ્રધાન બન્યા હતા તો તેમને ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાને દર્શાવા એક એનિમેટેડ ચરિત્ર દ્વારા અમેરિકામાં આમંત્રિત કરવામાં આવતા હતા. તેમના કાર્યકાળ પર પ્રકાશ ફેંકતા વિડિયોમાં તેમના દ્વારા શરૂ કરવામાં આવેલી વિવિધ યોજનાને દર્શાવવામાં આવી હતી, જેમાં ‘પ્રધાનમંત્રી મુદ્રા યોજના’, ‘ઉજ્જવલા યોજના’, ‘જન ધન યોજના’, ‘જીવન જ્યોતિ વીમા યોજના’, ‘પીએમ આવાસ યોજના’ અને ‘ફસલ બીમા યોજના’ સામેલ છે.
આ ક્લિપના અંતમાં વડા પ્રધાનને પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રના લક્ષ્ય તરફ વધતા જોઈ શકાય છે, આરોપો, હુમલા અને ‘ગૌતમ દાસ’, ‘મોદી તેરી કબર ખુદેગી’ અને ‘નીચ’ જેવાં સંબોધનોની વચ્ચે બજેટ સત્રમાં ભારતીય લોકતંત્ર પર બ્રિટનમાં રાહુલ ગાંધીની હાલની ટિપ્પણીને લઈને ભાજપના વરિષ્ઠ સાંસદ કોંગ્રેસ પર નિશાન સાધી રહ્યા છે. આ સાથે વિપક્ષને અદાણી વિવાદ અને જાહેર ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ દ્વારા મૂડીરોકાણને લઈને મોદી સરકાર પર નિશાન સાધતાં જોઈ શકાય છે. જોકે આ વિડિયો પર કોંગ્રેસની પ્રતિક્રિયાની રાહ જોવાઈ રહી છે.