મોદી સરકારની 9મી વર્ષગાંઠઃ ભાજપની એક મહિનાની પ્રચાર-યોજના

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ ભાજપની સરકાર 30 મેએ તેની સ્થાપનાનાં 9 વર્ષ પૂરા કરશે. આ અવસરની વિશેષ રીતે અને મોટા પાયે ઉજવણી કરવાનું શાસક ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે. આ નિમિત્તે ભાજપ એક મહિના સુધી પ્રચાર કરશે. વડા પ્રધાન મોદી પોતે એક રેલીને સંબોધિત કરશે. જ્યારે પક્ષના વરિષ્ઠ નેતાઓ કુલ 51 જાહેર સભાઓને સંબોધિત કરશે.

પ્રચાર યોજનાનો આરંભ 30 મેથી થશે અને 30 જૂન સુધી ચાલશે. 2019માં 30 અથવા 31મી મેએ નરેન્દ્ર મોદીએ બીજી મુદત માટે શપથ ગ્રહણ કર્યા હતા.