લખનૌઃ ઉત્તર પ્રદેશના બદાયુમાં MP-MLA કોર્ટે ભાજપ વિધાનસભ્ય હરીશ શાક્ય પર કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. ભાજપના વિધાનસભ્ય સિવાય તેમના ભાઈ, ભત્રીજા અને 15 લોકો પર ગેન્ગ રેપ અને છેતરપિંડીના આરોપોને આધારે FIR નોંધવા આદેશ આપ્યો છે. એડિશનલ ચીફ જ્યુડશિયલ મેજિસ્ટ્રેટને પીડિતાના પતિની અરજી પર સુનાવણી કરતાં આ આદેશ આપ્યો હતો. કોર્ટે સિવિલ લાઇન્સ સ્ટેશનને 10 દિવસની અંદર કેસ નોંધીને નિષ્પક્ષ તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
ભાજપના વિધાનસભ્ય હરીશ શાક્ય પર અરજીકર્તાએ આરોપ લગાવ્યો છે કે તેમના પિતા અને વિધાનસભ્યની વચ્ચે એક જમીનનો સોદો રૂ. 16.5 કરોડમાં થયો હતો. આ જમીનની કિંમત રૂ. 18 કરોડ હતી. અરજીકર્તાનો આરોપ છે કે આ સોદા માટે 40 ટકા રકમની ચુકવણી કર્યા વિના જ વિધાનસભ્ય અને તેમના માણસો કાનૂની સહમતી બનાવવા માટે દબાણ કરવા લાગ્યા હતા. તેમણે એનાથી સ્પષ્ટ ઇનકાર કરતાં જણાવ્યું હતું કે તેમને અને તેમના પરિવારને હેરાન કરવામાં આવે છે. કોર્ટે ગેન્ગ રેપ અને છેતરપિંડીનો કેસ નોંધવા આદેશ આપ્યો છે.
જોકે તેમણે કાનૂની સહમતી માટે હા નથી કરી તો વિધાનસભ્યના માણસોએ દબાણ બનાવવાનું શરૂ કર્યું હતું. પોલીસે તેમને વિના કોઈ આરોપ માટે ત્રણ દિવસ સુધી જેલમાં રાખ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. ત્રણ દિવસો દરમ્યાન તેમની પત્નીની સાથે ગેન્ગ રેપ પણ કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ભાજપ વિધાનસભ્યનું કહેવું છે કે તેઓ કોર્ટનું સન્માન કરે છે અને તપાસમાં પૂરો સહયોગ આપશે.
