નવી દિલ્હીઃ બિહારમાં ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ ચૂંટણીમાં ગરમાવો આવતો જાય છે. એક બાજુ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મહાગઠબંધનમાં સીટોની વહેંચણી પર સહમતી બની છે તો બીજી બાજુ LJPથી બિહારમાં NDAથી અલગ થઈને ચૂંટણી લડે એવી શક્યતા છે. બિહારમાં અત્યાર સુધી 150થી વધુ સીટો પર લડવાનો દાવો કરી રહેલી RJDના તેવર સહયોગીઓથી નારાજગી પછી નરમ પડ્યા છે. એ 144 સીટો પર ચૂંટણી લડશે. એ પોતાના ક્વાટોમાંથી ઝામુમો (ZMM) અને VIPને સીટો આપશે. કોંગ્રેસ 62 બેઠકો પર ચૂંટણી લડશે.
આ છે મહાગઠબંધનની સીટોની ફોર્મ્યુલા
RJD -144 પર ચૂંટણી લડશે. મુકેશ સહનીની પાર્ટી VIP અને ZMMને પણ RJD પોતાના હિસ્સામાંથી બેઠકોની વહેંચણી કરશે. કોંગ્રેસ-70 બેઠકો પર, CPI-6, CPM-4 બેઠકો પર ચૂંટણી લડશે.
કોણ, ક્યાંથી ચૂંટણી લડશે? એ અત્યાર સુધી નક્કી નથી
સૂત્રોનું કહેવું છે કે કઈ સીટ પર કોંગ્રેસ ચૂંટણી લડશે અને કઈ સીટ પર RJD લડશે એ વાત પર હતી પણ પેચ ફસાયેલો છે. આ માટે બંને પક્ષોમાં વાચ અંતિમ દોરમાં છે. એની સાથે મુકેશ સહની, હેમંત સોરેન અને ડાબેરી પક્ષોથી વાતચીત જારી છે.
ભાજપ LJPને માત્ર 15 સીટો આપવા ઇચ્છે છે
ભાજપઅધ્યક્ષ જે પી નડ્ડાથી ચિરાગ પાસવાન પાંચ વાર મળી ચૂક્યા છે. ભાજપ લોક જનશક્તિ પાર્ટી (LJP)ને માત્ર 15 બેઠકો આપવા ઇચ્છે છે, જ્યારે લોજપા 42 બેઠકો માગી રહી છે. JDU પહેલાં જ કહી ચૂકી છે કે એનું LJPથી ગઠબંધન નથી. JDU ભાજપથી વધુ સીટો પર પર લડવા ઇચ્છે છે. બંને પક્ષોમાં અત્યાર સુધી સહમતી નથી બની.
મોદીથી વેર નહીં, નીતીશ તારી ખેર નહીં
NDAમાં સીટોની શેરિંગ પર વિવાદ અટકવાનું નામ નથી લેતો. LJPના રાષ્ટ્રીય અધ્યક્ષ ચિરાગ પાસવાનને NDAમાં સીટોની વહેંચણીનો પ્રસ્તાવ સ્વીકાર નથી. LJP 143 સીટો પર લડવાની તૈયારી કરી રહી હોવાના અહેવાલ આવી રહ્યા છે. આવામાં સોશિયલ મિડિયામાં પર જારી કરવામાં આવેલા LJPના પોસ્ટર પર બિહારમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ પોસ્ટરમાં બોલ્ડ અક્ષરોમાં કહેવામાં આવ્યું છે કે મોદીથી કોઈ વેર નહીં, નીતીશ તારી ખેર નહીં.