કોલકાતાઃ પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું છે કે પડોશના ઝારખંડ રાજ્યના નદીકાંઠાના વિસ્તારોમાં સતત પડી રહેલા અનરાધાર વરસાદને કારણે બંગાળના સાત જિલ્લાઓમાં પૂર આવવાનું જોખમ ઊભું થયું છે.
રાજ્યના મુખ્ય સચિવ દ્વિવેદીએ આજે બપોરે પશ્ચિમ બર્ધમાન, બાંકુરા, બિરભુમ, પૂર્વ બર્ધમાન, પશ્ચિમ મિદનાપુર, હુગલી અને હાવરા જિલ્લાઓના વરિષ્ઠ અધિકારીઓ સાથે તાકીદની વર્ચ્યુઅલ બેઠક યોજી હતી અને એમને આદેશ આપ્યો છે કે તેઓ સાવચેતી માટેના તમામ પગલાં તાત્કાલિક રીતે લે. તે મીટિંગમાં તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ સુપ્રીન્ટેન્ડન્ટ પણ સામેલ થયા હતા.