કોલકાતાઃ તૃણમૂલ કોંગ્રેસનાં ઉમેદવાર અને હાલનાં વિધાનસભ્ય જ્યોત્સ્ના મંડીની સંપત્તિ પાંચ વર્ષમાં 1985.68 ટકા વધી છે. એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના જણાવ્યાનુસાર મંડીના સોગંદનામા અનુસાર વર્ષ 2016માં તેમની સંપત્તિ રૂ. 1,96,633 હતી. જે વર્ષ 2021માં વધીને રૂ. 41,01,144 થઈ ગઈ છે. મંડી બાંકુરા જિલ્લામાં રાણીબાંધ (ST)થી ચૂંટણી તૃણમૂલની ટિકિટ પર ચૂંટણી લડી રહી છે.
સૌથી વધુ સંપત્તિ વધનારામાં ભાજપના સુદીપ કુમાર મુખરજીનું નામ સામેલ છે. તેમની સંપત્તિ પાંચ વર્ષમાં 228.86 ટકા વધીછે. ગઈ વખતે તે કોંગ્રેસની ટિકિટ પર પુરુલિયા વિધાનસભાની ભેઠક પરથી જીત્યા હતા. તેમની સંપત્તિ વર્ષ 2016માં 11,57,945 હતી અને વધીને વર્ષ 2021માં રૂ. 45,02,782 થઈ ગઈ છે.
ત્રીજી ક્રમે ટીએમસીના હાલના વિધાનસભ્ય પરેશ મુર્મૂ છે. તેમની સંપત્તિમાં 246.34 ટકાનો વધારો થયો છે. તે પાસીમ મેદિનીપુર જિલ્લામાં કેશરી (એસટી) ચૂંટણી ક્ષેત્રના વિધાનસભ્ય છે. તેમની સંપત્તિ રૂ. 11,57,926થી વધીને રૂ. 40,10,329 થઈ ગઈ છે. એડીઆરએ આ પહેલી યાદી પહેલા તબક્કામાં ચૂંટણી લડનારા 30 ઉમેદવારોના સોગંદનામાને આધારે તૈયાર કરી છે.
જોકે દક્ષિણ 24 પરગણા દિલ્લામાં જયનગર વિધાનસભ્ય વિશ્વનાથ દાસની સંપત્તિ પાછલા પાંચ વર્ષમાં ઘટી ગઈ છે. છેલ્લી વિધાનસભાની ચૂંટણીથી પહેલાં તેમની પાસે રૂ. 46,85,523ની સંપત્તિ હતી, જે 69.27 ટકા ઘટીને રૂ. 14,41,200 રહી ગઈ છે.
પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાશે અને એનું ચૂંટણી પરિણામ બીજી મેએ જાહેર થશે.