નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કે બેન્કોને એ સર્ક્યુલર મોકલ્યો છે, જેમાં શિસ્ત પાલન કરવાની સમયમર્યાદા પૂરી થતાં બેન્કોએ લાખ્ખો ચાલુ ખાતાં બંધ કર્યાં છે, જેનાથી કેટલાય નાના વેપારીઓને મુશ્કેલીઓ પડી રહી છે. બેન્કોએ ગ્રાહકોને તેમનાં ચાલુ ખાતાં બંધ કરવા માટેના ઇમેઇલ કર્યા છે. રિઝર્વ બેન્કે નિર્દેશ આપ્યો હતો કે બેન્કોએ એ ગ્રાહકોનાં કરન્ટ એકાઉન્ટ ન ખોલી શકે, જેમણે બીજી બેન્કોમાંથી લોન લીધી છે. જોકે મોટી કંપનીઓ પર આ નિર્ણયની બહુ અસર નહીં થાય, કેમ કે એમનાં ખાતાં કેટલીક બેન્કોમાં હોય છે.
બેન્કરો અને ઉદ્યોગના અધિકારીઓએ ગયા વર્ષ છઠ્ઠી ઓગસ્ટે જારી સર્ક્યુલરમાં કહેવામાં આવ્યું હતું કે લાખો ખાતાં માઇક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઇઝીસ (MSME)નાં ફ્રીઝ થવાથી અસર થશે. સ્ટેટ બેન્કે જ 60,000 અકાઉન્ટ્સ બંધ કર્યાં છે. રિઝર્વ બેન્કના નિયમોમાં કહેવામાં આવ્યું છે કે બેન્ક એ બોરોઅર્સના ચાલુ ખાતા નહીં ખોલી શકે જેમનું બેન્કિંગ પ્રણાલીમાં કુલ એક્સપોઝરના 10 ટકાથી ઓછું છે.
રિઝર્વ બેન્કે સર્ક્યુલર જારી કરવાના ત્રણ મહિનાની અંદર શિસ્તનું પાલન કરવા કહ્યું હતું, પણ બેન્કો દ્વારા નિયમ પાલનમાં અસમર્થતા દર્શાવતા નિયામકે સમયમર્યાદા 31 જુલાઈ સુધી વધારી દીધી હતી. રિઝર્વ બેન્કે પહેલી ઓગસ્ટથી નિયમોનું પાલન કરવા માટે બેન્કોનાં ખાતાને બંધ અથવા ફ્રીઝ કરવાનું શરૂ કર્યું છે. ચાલુ ખાતાધારકોમાં મોટા ભાગના વેપાર-ધંધાવાળા લોકો છે.