મુંબઈઃ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર બે સરકારી બેન્કોનું ખાનગીકરણ કરવા વિચારી રહી છે. તેની આ હિલચાલના વિરોધમાં સરકારી બેન્કોના 9 લાખ જેટલા કર્મચારીઓએ આજે અને આવતીકાલે, એમ બે દિવસ હડતાળ પાડી છે. આ દેશવ્યાપી હડતાળમાં જાહેર ક્ષેત્રની બેન્કોના તમામ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાવાના હોવાથી બે દિવસ બેન્કિંગ કામકાજને માઠી અસર પડવાની સંભાવના છે.
આ હડતાળનું એલાન યુનાઈટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ દ્વારા કરવામાં આવ્યું છે. હડતાળને કારણે બે દિવસ દેશભરમાં સરકારી બેન્કોની એટીએમ સેવાઓને પણ અસર પડી શકે છે.