PFI પર પ્રતિબંધ આરએસએસને ખુશ કરવા: માયાવતી

નવી દિલ્હીઃ બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ આજે કહ્યું કે કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ને ખુશ કરવા માટે પોપ્યૂલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા (પીએફઆઈ) પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. માયાવતીએ કેન્દ્ર સરકારના આ નિર્ણયને ‘રાજકીય સ્વાર્થ’ તરીકે ઓળખાવ્યો છે.

માયાવતીએ હિન્દીમાં લખેલા એક ટ્વીટમાં કહ્યું છે, દેશભરમાં પીએફઆઈને અનેક રીતે ટાર્ગેટ બનાવ્યા બાદ આખરે વિધાનસભાઓની ચૂંટણી પહેલાં કેન્દ્ર સરકારે એની પર તથા એના આઠ સહયોગી સંગઠનો પર પ્રતિબંધ મૂક્યો છે. આને રાજકીય સ્વાર્થ અને સંઘના તુષ્ટિકરણની નીતિ ગણીને લોકોમાં સંતોષ ઓછો અને બેેચેની વધારે છે.