નવી દિલ્હીઃ અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પત્ની સાથે ભારતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન મેલેનિયા ટ્રમ્પ દિલ્હીની સરકારી શાળામાં જશે જો કે તે દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદીયા ત્યાં ઉપસ્થિત રહેશે નહી. સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર, કેન્દ્ર સરકારે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને કાર્યક્રમમાંથી બહાર કરાવ્યા છે. પહેલા કાર્યક્રમ અનુસાર મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને મેલેનિયા ટ્રમ્પની સાથે સ્કૂલ વિઝીટમાં જોડાવાનું હતું. 25 ફેબ્રુઆરીના રોજ મેલેનિયા ટ્રમ્પ દક્ષિણી દિલ્હીની સરકારી શાળામાં હેપીનેસ ક્લાસ જોવા માટે જશે. હવે આ કાર્યક્રમમાં દિલ્હીના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી જોડાશે નહી. ઉલ્લેખનીય છે કે, અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની મેલેનિયા ટ્રમ્પ 25 ફેબ્રુઆરીના રોજ દિલ્હી સરકારની એક શાળામાં હેપીનેસ ક્લાસ જોવા માટે આવી રહ્યા છે. મેલેનિયા ટ્રમ્પના આ પ્રવાસ પહેલા દિલ્હીના ઉપમુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ એક સરકારી શાળામાં હેપીને ક્લાસની તપાસ કરી હતી અને બાદમાં મીડિયા સાથે વાત કરી હતી.
મનીષ સિસોદિયાએ કહ્યું કે, હેપીનેસ ક્લાસના વખાણ થાય છે તો મને પણ ખૂશી થાય છે. આ દોઢ વર્ષ પહેલા શરુ થયો હતો. આનાથી બાળકોમાં પોતોના પેરેન્ટ્સ પ્રત્યે પ્રેમ પેદા થઈ રહ્યો છે, સમાજ પ્રત્યે સારી ફિલિંગ્સ સર્જાઈ રહી છે, ભણતર પર ફોકસ વધી રહ્યું છે અને બાળકોના અલગ વ્યક્તિત્વનું નિર્માણ થઈ રહ્યું છે.