એઈમ્સમાં અરૂણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ થશે, 10 ડૉકટરની ટીમ ખડે પગે

નવી દિલ્હી– કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે કેન્દ્રીય નાણાપ્રધાન અરુણ જેટલી એઈમ્સમાં દાખલ થયા છે. આજે શનિવારે તેમની કિડનીનું ટ્રાન્સપ્લાન્ટ કરાય તેમ ડૉકટરો કહી રહ્યા છે. અરુણ જેટલીની કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે એઈમ્સમાં દસ ડૉકટરોની ટીમ ખડે પગે રહી છે. તમામ ડૉકટરો જેટલીના સ્વાસ્થ્યની તકેદારી રાખી રહ્યા છે. નાણા પ્રધાન જેટલી એઈમ્સના કાર્ડિયો ન્યૂરો બિલ્ડીંગના વીવીઆઈપી વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.નાણાપ્રધાન અરૂણ જેટલીએ ટ્વીટ કરીને પોતાની કિડની અંગેની સમસ્યા અંગે તમામને જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરીને લખ્યું હતું કે તેઓ આ સમયે ઘરમાં કામ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ડૉકટર આગામી સારવાર માટે કંઈક સુનિશ્વિત કરશે. બુધવારે(4 એપ્રિલ) જેટલી હોસ્પિટલમાં કિડની ડોનેટ સાથે જોડાયેલા ઔપચારિકતા પુરી કરવા ગયા હતા. અત્રે નોંધનીય છે કે બે વર્ષ પહેલા અરૂણ જેટલી એક ખાનગી હોસ્પિટલમાં બાયપાસ સર્જરી કરાવી ચુક્યા છે. ત્યારે તેમને ડાયાબિટીસથી વજન વધવાની સમસ્યા હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]