‘સીતા’ પછી હવે ‘રામ’ પણ ભાજપમાં જોડાયા

નવી દિલ્હીઃ રામાનંદ સાગરની લોકપ્રિય ટીવી સિરિયલ ‘રામાયણ’માં ભગવાન રામનું પાત્ર ભજવનાર અભિનેતા અરૂણ ગોવિલ આજે ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા છે. અત્રે પક્ષના મુખ્યાલય ખાતે તેઓ ભાજપમાં સામેલ થયા હતા. પક્ષના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આની તસવીર સાથે જાણકારી શેર કરવામાં આવી હતી.

ગોવિલ ઉત્તર પ્રદેશના મેરઠના વતની છે. 80ના દાયકામાં પ્રસારિત કરાયેલી ‘રામાયણ’ સિરિયલ ગયા વર્ષે કોરોના લોકડાઉન વખતે લગભગ 30 વર્ષ બાદ ફરીથી પ્રસારિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, સિરિયલમાં ‘સીતા’નું પાત્ર ભજવનાર દીપિકા ચિખલીયા-ટોપીવાલા પણ ભાજપનાં સદસ્ય છે. એમણે 1991માં વડોદરામાંથી ભાજપનાં ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી જીતી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]