શ્રીનગરઃ જમ્મુ અને કશ્મીર કેન્દ્રશાસિત પ્રદેશના યુવાનોને ભારતીય લશ્કરમાં અથવા દેશના બીજા કોઈ પણ અર્ધલશ્કરી દળમાં જોડાવામાં 11 રાષ્ટ્રીય રાઈફલ્સના નેજા હેઠળ ભારતીય સેના મદદ કરી રહી છે. આ માટે સેના તરફથી યુવાનોને શારીરિક તાલીમ આપવામાં આવી રહી છે.
Image courtesy: Wikimedia Commons
કશ્મીરી યુવાનો આ કેન્દ્રશાસિત પ્રદેશમાં આગામી સૈન્ય ભરતી કાર્યક્રમમાં શારીરિક સુસજ્જતા માટે પાત્ર બની શકે એ માટે તેમને મદદરૂપ થવા માટે ભારતીય લશ્કરે કિશ્તવાર જિલ્લામાં એક શિબિર શરૂ કરી છે. આ શિબિરમાં યુવાનોને લશ્કરના નિષ્ણાત સ્ટાફના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ સખત શારીરિક તાલીમ આપવામાં આવી રહી છે. એમને માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.