ચંડીગઢઃ અમૃતપાલ સિંહના પાંચ સાથીઓ પર નેશનલ સિક્યોરિટી એક્ટ (NSA) લગાડવામાં આવ્યો છે. અમૃતપાલ સિંહ પર પણ NSA લગાડવામાં આવશે. પંજાબ પોલીસે તેને આ પહેલાં ભાગેડુ જાહેર કર્યો છે. પોલીસનું કહેવું છે કે અમૃતપાલના સાથીઓની પાસે મોંઘી ગાડીઓ તેમની આવકના સ્રોત સાથે મેળ નહોતી ખાતી. પંજાબ પોલીસ IG સુખચેન સિંહ ગિલે કહ્યું હતું કે પોલીસની પાસે ISIની સાથે સંબંધ હોવા પર અને ફોરેન ફન્ડિંગના પર્યાપ્ત પુરાવા મોજૂદ છે. પોલીસની પાસે પુરાવા છે કે એ લોકોની પાસે વિદેશમાંથી થોડા-થોડા કરીને નાણાં મોકલવામાં આવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે અમૃતપાલ સિંહ હજી ફરાર છે. અફવા ફેલાવનારાની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ મામલે અત્યાર સુધી 10 હથિયાર જપ્ત કરવામાં આવી ચૂક્યાં છે. પોલીસે કહ્યું હતું કે ISI લિન્ક અને વિદેશી ફન્ડિંગના પુરાવા મળ્યા છે.
શું છે NSA?
રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ-1980, દેશની સુરક્ષા માટે સરકારને વધુ શક્તિ આપવાથી સંબંધિત કાનૂન છે. એ કાનૂન કેન્દ્ર અને રાજ્ય સરકારને કોઈ પણ સંદિગ્ધ નાગરિકને કસ્ટડીમાં લેવાની શક્તિ આપે છે. 23 સપ્ટેમ્બર, 1980એ ઇન્દિરા ગાંધીની સરકાર દરમ્યાન એને બનાવવામાં આવ્યો હતો. એ કાયદો દેશની સુરક્ષા પ્રદાન કરવા માટે સરકારને વધુ શક્તિ આપવા સંબંધિત છે.
પંજાબ પોલીસે કહ્યું હતું કે વારિસ પંજાબ દેના કેટલાંક તત્ત્વોની સામે વિશેષ કાર્યવાહી કરવામાં આવી હતી. તેની સામે છ ગુનાઇત કેસ નોંધવામાં આવ્યા છે. અત્યાર સુધી 114 અસામાજિક તત્વોને શાંતિ અને સદભાવને ભંગ કરવાના પ્રયાસ કર્યા હતા. એમાંથી 78 લોકોની પહેલા દિવસે ધરપકડ કરવામાં આવી છે અને 34ની બીજા દિવસે અને અન્ય બેની કાલે રાત્રે ધરપકડ કરવામાં આવી છે.