કોલકાતાઃ દેશમાં સામાન્ય ચૂંટણીમાં હવે થોડા મહિનાઓનો સમય બાકી છે, ત્યારે ભાજપે પશ્ચિમ બંગાળમાં વધુ ને વધુ લોકસભા સીટો પર જીતની યોજના બનાવી છે. ભાજપે પશ્ચિમ બંગાળમાં લોકસભાની 35 સીટો પર જીતની યોજના બનાવી છે.
ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપાધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસના પ્રવાસ હેઠળ સોમવાર રાત્રે બંગાળની મુલાકાત પહોંચ્યા હતા, એમ પાર્ટીના નેતાએ માહિતી આપી હતી. બંને નેતાઓની આ યાત્રા આગામી વર્ષે થનારી લોકસભાની ચૂંટણીથી પહેલાં બંગાળમાં સંગઠનની સમીક્ષા કરવા માટે પહોંચ્યા હતા. તેઓ રાજ્યમાં કેટલીય સંગઠનાત્મક બેઠકોની અધ્યક્ષતા કરશે. જોકે અહીં તેઓ કોઈ જાહેર સભાને સંબોધન કરે એવી યોજના નથી. બંને નેતાઓ રાજ્યના નેતાઓ સાથે બેઠક કરશે. શાહ અને નડ્ડા મંગળવારે ગુરુદ્વારા બારા શીખ સંગત અને કાલીઘાટ મંદિરની મુલાકાત લેશે. આ બંનેની નેમ બંગાળ લોકસભાની ચૂંટણીમાંથી 42માંથી 35 સીટો મેળવવાની છે.
તેઓ લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે સંગઠનાત્મક તાકાતની સમીક્ષા કરશે. તેણે કહ્યું હતું કે તેઓ નેશનલ લાઇબ્રેરીમાં બંધ રૂમમાં આયોજિત એક કાર્યક્રમમાં ભાગ લેશે અને એ પછી તેઓ સાંજે નવી દિલ્હી જવા રવાના થશે. રાજ્યના ભાજપના નેતાઓ કહ્યું હતું કે મેં ક્યારેય બંને ટોચના નેતાઓને એકસાથે બંગાળની યાત્રા કરતાં નથી જોયા. એ દર્શાવે છે કે ભાજપના નેતૃત્વ માટે બંગાળ કેટલું મહત્ત્વનું છે. વર્ષ 2019માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની 42 સંસદીય સીટોમાંથી 18 સીટો કબજે કરી હતી.