નવી દિલ્હીઃ જાહેર ક્ષેત્રની બેન્કોના સૂચિત ખાનગીકરણના વિરોધમાં બેન્કકર્મચારીઓએ પાડેલી હડતાળ દરમિયાન કેન્દ્રિય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે રાજ્યસભામાં જણાવ્યું હતું કે બધી બેન્કોનું ખાનગીકરણ કરાવાનું નથી. તેમણે સાથોસાથ એમ ઉમેર્યું પણ હતું કે કર્મચારીઓનાં તમામ હિતની કાળજી લેવામાં આવશે.
નાણાં ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનુરાગ ઠાકુરે પણ લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે ખાનગીકરણ માટે હાલ એકેય ખાનગી ક્ષેત્રની બેન્કની ઓળખ કરવામાં આવી નથી.
