અગસ્ટા વેસ્ટલેન્ડ કેસઃકોંગ્રેસે મિશેલનો કેસ લેનાર વકીલને પાર્ટીમાંથી તગેડી મૂક્યાં

નવી દિલ્હીઃ અગસ્ટા વેસ્ટલેન્ડ વીવીઆઈપી હેલિકોપ્ટર ગોટાળા મામલે વકીલ અલ્જો કે. જોસેફ લાંચ લેવાના આરોપી મિશેલના પક્ષની વકીલાત કરી રહ્યા છે. કેસ શરુ થવાના થોડા જ સમયમાં સમાચાર આવ્યાં હતાં કે જોસેફ યૂથ કોંગ્રેસના લીગલ સેલ સાથે જોડાયેલા હતા. ત્યાર બાદ કોંગ્રેસ પર સવાલો શરુ થઈ ગયા હતા. ત્યારે હવે યૂથ કોંગ્રેસે વકીલ અલ્જો કે.જોસેફને પાર્ટીમાંથી કાઢ્યાં છે.

આ પહેલાં અલ્જો કે. જોસેફ દ્વારા પણ સફાઈ આપવામાં આવી હતી કે તે વ્યક્તિગત રીતે આ કેસ સાથે જોડાયેલા છે. કોંગ્રેસ પાર્ટીને આની સાથે કોઈ લેવા-દેવા નથી. પરંતુ થોડા સમય બાદ જ ઈન્ડિયન યૂથ કોંગ્રેસના પ્રવક્તા અમરીશ રંજન પાંડેએ આ પ્રકારનું નિવેદન આપ્યું. તેમણે જણાવ્યું કે જોસેફે આ કેસ સાથે જોડાવા માટે યૂથ કોંગ્રેસ સાથે કોઈપણ પ્રકારે સંપર્ક કર્યો નથી. ઈન્ડિયન યૂથ કોંગ્રેસ તેના નિર્ણયનું સમર્થન કરતી નથી. તેમણે જણાવ્યું કે ઈન્ડિયન યૂથ કોંગ્રેસે તેને કોંગ્રેસના લીગલ સેલમાંથી હટાવી દીધો છે અને તેમને પાર્ટીમાંથી પણ કાઢી દેવામાં આવ્યા છે.

આપને જણાવી દઈએ કે અગસ્ટા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટર ડીલના કથિત બિચોલિયે ક્રિશ્ચિયન જેમ્સ મિશેલને દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે 5 દિવસની સીબીઆઈ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. સીબીઆઈએ તેના માટે 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી.

ક્રિશ્ચિયન જેમ્સ મિશેલને મંગળવારના રોજ મોડી રાત્રે ભારત લાવવામાં આવી. મિશેલને મંગળવારે રાત્રે પોણા અગિયાર વાગ્યે પ્રાઈવેટ જેટથી દુબઈથી નવી દિલ્હી લાવવામાં આવ્યાં. કહેવામાં આવી રહ્યું છે કે આ ઓપરેશનને ખુદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પોતાના નેતૃત્વમાં અંજામ આપી રહ્યા હતા અને કાર્યકારી સીબીઆઈ ડાયરેક્ટર આને કો-ઓર્ડિનેટ કરી રહ્યા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]