પાકની જીતની ઉજવણી દેશદ્રોહઃ કાશ્મીરી-વિદ્યાર્થીઓની ધરપકડ

આગ્રાઃ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથની ઓફિસે ટ્વીટ કરી કહ્યું છે કે પાકિસ્તાનની જીતની ઉજવણી કરવાવાળાઓ પર દેશદ્રોહનો આરોપ લગાડવામાં આવશે. હજી હાલમાં જ T20 વિશ્વ કપમાં ભારત પર પાકિસ્તાનની જીતની ઉજવણી કરવા બદલ આગ્રામાં ત્રણ કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી છે.

એ ત્રણે આરોપીઓ આગ્રાની રાજા બળવંત સિંહ કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થી છે. અર્શીદ યુસુફ અને ઇનાયત અલ્તાફ શેખ કોલેજના ત્રીજી વર્ષમાં છે, જ્યારે શૌકત અહમદ ગનઈ ચોથા વર્ષનો વિદ્યાર્થી છે. આ ત્રણે પર એ ધર્મ અને સાઇબર-આતંકવાદને આધારે સમુદાયો વચ્ચે વૈમનસ્યને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાડવામાં આવ્યો છે. મુખ્ય પ્રધાન ઓફિસના એક ટ્વીટથી સંકેત મળે છે તેમના પર દેશદ્રોહના આરોપ લગાડવામાં આવે એવી શક્યતા છે.

કોલેજે સોમવારે આ ત્રણે વિદ્યાર્થીઓને એક કહેતાં કાઢી મૂક્યા હતા કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં પાકિસ્તાનની તરફેણની સ્થિતિ પોસ્ટ કરીને શિસ્તહીનતાના કાર્યમાં સામેલ થયેલા માલૂમ પડ્યા હતા. આમાં ત્રણેની ધરપકડ બરેલીમાં અને એક લખનૌમાંથી કરવામાં આવી હતી.

આર્ગાના પોલીસ કમિશનર વિકાસ કુમારે જણાવ્યું હતું કે મેચ પત્યા પછી આ ઘટના સામે હતી., જેમાં રાષ્ટ્રવિરોધી ટિપ્પણી કરવામાં આવી હતી. એ વિશે અમને એક ફિયાદ મળી અને એક પ્રાથમિક ફરિયાદ પણ નોંધવામાં આવી હતી. તપાસ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. કોલેજમાં પાકિસ્તાનને ટેકો આપતો સૂત્રોચ્ચારના સમાચાર દક્ષિણપંથી જૂથના કેટલાય નેતા બિચપુરી સ્થિત કોલેજ કેમ્પસમાં પહોંચ્યા હતા અને પાકિસ્તાનની સામે સૂત્રોચ્ચાર કરવા માંડ્યા હતા. ત્યાં ઘટના સ્થળે પોલીસ કર્મચારીઓ અને ભાજપના અને અન્ય જૂથોના નેતાઓ વચ્ચે કશ્મકશ થઈ હતી.