ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન સહિત ત્રણને જામીન

મુંબઈઃ બોલીવૂડ સુપરસ્ટાર શાહરુખ ખાનના પુત્ર આર્યન ખાનને છેવટે ક્રૂઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઇકોર્ટથી જામીન મળ્યા છે. આર્યન ખાનની સાથે અન્ય બે આરોપીઓ અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને પણ કોર્ટે જામીન આપ્યા છે. આર્યન, અરબાઝ અને મુનમુન- ત્રણેને જામી મળ્યા પછી આવતી કાલે અથવા પરમ દિવસે જેલમાંથી બહાર આવશે, એમ મુકુલ રોહતગીએ જણાવ્યું હતું. આર્યન ખાન સાત ઓક્ટોબરથી આર્થર રોડ જેલમાં બંધ છે તેમણે કહ્યું હતું કે મારા માટે આ રેગ્યુલર કેસની જેમ છે. તમે કંઈ જીતો છો અને કેટલાક હારે છે. હું એ વાતે ખુશ છું કે તેમને જામીન મળી ગયા છે.

આર્યન ખાન અને અન્યને ક્રૂઝથી ડ્રગ્સ પકડાવાના સિલસિલામાં બીજી ઓક્ટોબરે NCBમાં અટકાયતમાં લીધા હતા. એ પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે કુલ 20 લોકોની NCBએ ધરપકડ કરી છે.

મુકુલ રોહતગીએ મિડિયાથી વાત કરતાં કહ્યું હતું કે હાઇકોર્ટે ત્રણ દિવસ સુધી દલીદો સાંભળ્યા પછી ત્રણેને જામીન આપ્યા હતા. આ પહેલાં સુનાવણીમાં ASG અનિલ સિંહે હાઇકોર્ટમાં કહ્યું હતું કે આર્યન ખાનની પાસે ડ્રગ્સનું કોન્શ પઝેશન હતું. તેમને સારી રીતે માલૂમ હતું કે તેમના મિત્ર અરબાઝની પાસે ચરસ છે અને એ બંને માટે હતું.

કોર્ટે પૂછ્યું હતું કે તમે કયા આધારે કહી રહ્યા છો તેણે કોમર્શિયલ માત્રાનો સોદો કર્યો છે તો ASGએ કહ્યું હતું કે વોટ્સએપ ચેટને આધાર હું એ કહી રહ્યો છું.