લોકડાઉન પછી ટ્રેનો શરુ થશે તો પણ આ શરતે!

નવી દિલ્હી:  કોરોનાને પગેલ સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉને પગલે ટ્રેન સહિતનું જાહેર પરિવહન સંપૂર્ણપણે બંધ છે. લોકડાઉન હજુ 3 મે સુધી ચાલવાનું છે. ત્યારે ભારતીય રેલવે લોકડાઉન પછી કેટલીક સ્પેશિયલ ટ્રેન દોડાવવાના ફોર્મ્યૂલા પર વિચારણા કરી રહ્યું છે.

લોકડાઉન પૂર્ણ થયા બાદ કેટલીક સ્પેશિયલ પેસેન્જર ટ્રેનને ચલાવવાનો પ્રસ્તાવ છે. આ ટ્રેન ગ્રીન ઝોનમાં ચલાવવામાં આવશે અને માત્ર ઈમર્જન્સીમાં જ લોકોને મુસાફરીની મંજુરી હશે. જો કે કન્ટેનમેન્ટ ઝોન અને હોટસ્પોટ વિસ્તારમાં ટ્રેન ચલાવવામાં આવશે નહી.

પ્રસ્તાવ પ્રમાણે સ્લીપર ટ્રેન ચલાવવામાં આવી શકે છે. એસી કોચ અને જનરલ કોચવાળી ટ્રેનો નહીં ચલાવવામાં આવે. જે લોકોની ટીકિટ કન્ફર્મ થશે તે જ યાત્રા કરી શકશે. ટીકિટ કન્ફર્મ નહીં થવા પર મુસાફરી કરવાની મંજૂરી નહીં મળે. આ દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવશે. રેલવેએ કોરોના વાઈરસનો સામનો કરવા માટે પાંચ હજાર આઈસોલેશન બેડ પણ બનાવ્યા છે.

લોકડાઉન પછી શરુ કરવામાં આવનાર ટ્રેનોનું ભાડું પણ વધાર રાખવાનો પ્રસ્તાવ છે જેથી લોકો માત્ર ઈમર્જન્સીમાં જ મુસાફરી કરે. રેલવેનો પ્રયત્ન છે કે જ્યાં સુધી કોરોના વાઈરસ સંપૂર્ણપણે ખતમ થાય નહી ત્યાં સુધી ઓછામાં ઓછા લોકો મુસાફરી કરે.