નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદીએ 10 લાખ કર્મચારીઓ માટે ભરતી ઝુંબેશનો પ્રારંભ કરતાં જણાવ્યું હતું કે બેરોજગારી અને સ્વરોજગારીની 100 વર્ષની સમસ્યાને 100 દિવસોમાં હલ ના કરી શકાય. તેમણે કહ્યું હતું કે રોજગારી મેળો છેલ્લાં આઠ વર્ષોમાં રોજગાર, સ્વરોજગાર માટે સરકારના પ્રયાસોમાં એક મહત્ત્વનો માઇલ સ્ટોન સાબિત થયો છે. સરકાર ઉત્પાદન, પર્યટન પર વિસ્તાર પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે, કેમ કે એ બહુબધી નોકરીઓ પેદા કરે છે.
તેમણે કોરોના રોગચાળા દરમ્યાન સરકાર દ્વારા કરવામાં આવેલી પહેલો વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોરોના રોગચાળામાં MSME ક્ષેત્રને કેન્દ્રની રૂ. ત્રણ લાખ કરોડથી વધુની મદદથી રૂ. 1.5 કરોડથી વધુ નોકરીઓનું સંકટ ટળી ગયું છે. તેમણે કહ્યું હતું કે સમારોહમાં 75,000 નવનિયુક્ત નિમણૂક પત્ર સોંપવામાં આવી રહ્યા છે.
વડા પ્રધાન ઓફિસના નિવેદન અનુસાર યુવાઓ માટે રોજગારીની તકો પ્રદાન કરવા અને નાગરિકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા માટે વડા પ્રધાનની નિરંતર પ્રતિબદ્ધતાને પૂરી કરવાની દિશામાં એક મહત્ત્વનું પગલું છે. PMOએ નિવેદનમાં કહ્યું હતું કે વડા પ્રધાનના નિર્દેશોનુસાર બધા મંત્રાલય અને વિભાગ મિશન મોડમાં સ્વીકૃત પદોની સામે હાલમાં ખાલી જગ્યાઓ ભરવાની દિશામાં કામ કરી રહ્યા છે. દેશભરમાંથી નવી ભરતીઓ કેન્દ્ર સરકારનાં 38 મંત્રાલયો-વિભાગોમાં સામેલ થશે.
Addressing the Rozgar Mela where appointment letters are being handed over to the newly inducted appointees. https://t.co/LFD3jHYNIn
— Narendra Modi (@narendramodi) October 22, 2022
નિયુક્તિ વિવિધ સ્તરો પર સરકારમાં સામેલ થશે, જેમાં સમૂહ-A, સમૂહ-B અને સમૂહ- C. જે પદો પર નિમણૂકો કરવામાં આવી રહી છે, એમાં કેન્દ્રીય સશસ્ત્ર દળ કર્મચારી સામેલ છે. નિરીક્ષક કોન્સ્ટેબલ, LDC, સ્ટેનો, PA, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.