લખનઉઃ શ્રીકૃષ્ણ-જન્મભૂમિ ઈદગાહ વિવાદ મામલે મુસ્લિમ પક્ષને હાઇકોર્ટમાંથી મોટો આંચકો છે. કોર્ટે તેમની અરજી ફગાવી દીધી છે અને ફરીથી નવી સુનાવણીની વાત કરી છે. હવે આ મામલે મથુરાના જિલ્લા જજની સામે ફરી એક વાર બંને પક્ષોએ પોતાની દલીલો મૂકવી પડશે. હવે એ મુસ્લિમ પક્ષ માટે આંચકો એટલા માટે છે, કેમ કે તેઓ ફરીથી દલીલો નથી મૂકવા ઇચ્છતી હતી.
આ વિવાદ ત્યારે શરૂ થયો હતો, જ્યારે સિવિલ કોર્ટે સિવિલ સુટને ફગાવી દીધી હતી. એ ચુકાદાથી નારાજ શ્રીકૃષ્ણ વિરાજમાને એક વધુ અરજી જિલ્લા જજની સામે દાખલ કરી દીધી હતી. એ પછી એ મામલે સુનાવણી કરતાં સિવિલ કોર્ટના ચુકાદાને રદ કરવામાં આવ્યો હતો અને ફરી સુનાવણીની વાત કરી હતી, પણ આદેશથી મુસ્લિમ પક્ષ સંતુષ્ટ નથી અને એણે હાઇકોર્ટમાં આ મામલે પડકાર આપ્યો હતો. હવે એ કેસમાં હાઇકોર્ટને ઇદગાહ ટ્રસ્ટ કમિટી અને સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડની અરજીને ફગાવી દેવામાં આવી હતી.
આ વિવાદ શો છે?
મથુરામાં શાહી ઇદગાહની મસ્જિદ 13.37 એકરની જમીનને લઈને વિવાદ છે. હિન્દુ પક્ષનું કહેવું છે કે કેશવદેવનું મંદિર તોડ્યા પછી અહીં મસ્જિદ બનાવવામાં આવી હતી. 1803માં અંગ્રેજો મથુરા આવ્યા હતા અને તેમણે 1815માં કટરા કેશવદેવની જમીનને લિલામ કરી દીધી હતી. હિન્દુ પક્ષનું કહેવું છે કે આ જમીન બનારસના રાજા પટનીમલે રૂ. 1410માં ખરીદી હતી. તેઓ આ જમીન પર મંદિર બનાવવા ઇચ્છતા હતા. બીજી તરફ મુસ્લિમ પક્ષનું કહેવું છે કે અંગ્રેજોએ આ જમીનનો હિસ્સો મુસ્લિમોને સોપ્યો હતો. આ જમીનને લઈને બંને પક્ષોમાં વિવાદ છે.