નવી દિલ્હીઃ એર ઇન્ડિયાના 300 સિનિયર કર્મચારીઓ એકસાથે સિક લીવ પર ચાલ્યા જતાં એર ઇન્ડિયા એક્સપ્રેસની 82 રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે. 300 સિનિયર કેબિન ક્રૂ સભ્યોએ છેલ્લી ઘડીએ બીમાર હોવાની સૂચના આપ્યા પછી પોતાના મોબાઇલ ફોમ ફરી દીધા હતા.
Taxing aircraft’s wing knocks down lighting pole in Vijayawada airportટાટા ગ્રુપની માલિકીની એરલાઇનમાં કથિત ગેરવહીવટના વિરોધમાં ઘણા ક્રૂ સભ્યો સિક લીવ પર ઊતરી ગયા છે. સોમવારે સાંજથી ઘણા ક્રૂ સભ્યોએ સિક લીવની સૂચના આપવાની શરૂઆત કરી હતી અને ક્રૂ મેમ્બર્સની અપૂરતી સંખ્યાને કારણે કોચિ, કાલિકટ અને બેંગલુરુ સહિત અનેક એરપોર્ટ પર ઘણી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, એમ સૂત્રોએ કહ્યું હતું.
કંપનીના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ક્રૂ મેમ્બર્સના સિક લીવના રિપોર્ટ બાદ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી હતી. પ્રવક્તાએ જણાવ્યું હતું કે કંપની આટલી મોટી સંખ્યામાં ક્રૂ મેમ્બર્સના બીમાર હોવાની જાણ કરવા પાછળનાં કારણોને સમજવા માટે તેમનો સંપર્ક કરી રહી છે અને ટીમ આ મુદ્દાનું સમાધાન કરી રહી છે.
અમારા કેબિન ક્રૂના એક વિભાગે ગઈ કાલે રાતથી માસ સિક લીવ પર જવાની જાણ કરી હતી, જેના પરિણામે ફ્લાઈટ વિલંબ અને રદ થઈ છે. જ્યારે અમે આ ઘટનાઓ પાછળનાં કારણોને સમજવા માટે ક્રૂના સંપર્કમાં છીએ ત્યારે અમારી ટીમો મુસાફરોને કોઈ પણ અસુવિધા ઘટાડવા માટે સક્રિયપણે આ મુદ્દાનો હલ કરી રહી છે, એમ કંપનીએ કહ્યું હતું.
અમે અમારા મુસાફરોની નિષ્ઠાપૂર્વક માફી માગીએ છીએ. જેઓ પ્રભાવિત થયા છે તેમને સંપૂર્ણ રિફંડ અથવા બીજા દિવસની ટિકિટ આપવામાં આવશે. અમારા મુસાફરોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ એરપોર્ટ પર જતાં પહેલાં તેમની ફ્લાઈટને અસર થઈ છે કે કેમ? એ તપાસી લે, એમ એરલાઇન્સે કહ્યું હતું.