નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં હિસાની છૂટીછવાઈ ઘટનાઓ અને ઉત્તર પ્રદેશના એક ગામમાં ચૂંટણીના બહિષ્કારના સમાચારોની વચ્ચે આઠ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની 49 સીટો પર સાંજે છ કલાક સુધી 64 ટકા મતદાનના અહેવાલો હતા.
પશ્ચિમ બંગાળમાં પાર્ટીના પદાધિકારીઓ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની વિરુદ્ધ કરવામાં આવેલી અશોભનીય ટિપ્પણીઓને પગલે પ્રદેશ એકમની ઓફિસમાં તોડફોડ થઈ હતી. આ સિવાય પશ્ચિમ બંગાળમાં પણ ઘણી જગ્યાએ ઘર્ષણની ઘટનાના અહેવાલ આવી રહ્યા છે. સાત બેઠકો પર ચાલી રહેલા મતદાન દરમિયાન, હુગલીના આરામબાગમાં ટીએમસીના એક નેતા પર ભાજપના કાર્યકરો દ્વારા કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થયા હતા. ખાનકુલમાં પણ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. હાવડા જિલ્લાના ઉલુબેરિયા અને સાલ્કિયામાં ભાજપ અને ટીએમસીના નેતાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું.
લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે ત્રણ કલાક સુધી બિહારમાં 52.4, જમ્મુ-કાશ્મીરમાં 54.2, લદ્દાખમાં 67.2 ટકા, ઝારખંડમાં 61.9 ટકા, મહારાષ્ટ્રમાં 48.7, ઓડિશામાં 60.5 ટકા ઉત્તર પ્રદેશમાં 55.8, અને પશ્ચિમ બંગાળમાં 73 ટકા મતદાન થયું હતું.
પાંચમા તબક્કામાં બિહારમાં પાંચ લોકસભા સીટો પર મતદાન સાથે રાજ્યમાં મતદાન પૂરું થઈ ચૂક્યું છે. પાંચમા તબક્કામાં સાંજે છ સુધી દેશમાં 56.68 ટકા મતદાન થયું હતું. પાંચમા તબક્કા ઉદ્યોગપતિ રતન ટાટા, અમિતાભ બચ્ચન, સલમાન ખાન, ઐશ્વર્યા રાય, તમન્ના ભાટિયા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ, અનિલ અંબાણીએ અને અંબાણી પરિવાર સહિત દિગ્ગજોએ મતદાન કર્યું હતું.લોકસભા ચૂંટણીમાં અત્યાર સુધી પહેલા તબક્કામાં 66.14 ટકા, બીજા તબક્કામાં 66.71 ટકા, ત્રીજા તબક્કામાં 65.68 ટકા અને ચોથા તબક્કામાં 69.16 ટકા મતદાન થયું હતું.
