બિહારમાં ભીષણ ગરમીને લીધે સ્કૂલના 50 વિદ્યાર્થીઓ બેહોશ

નવી દિલ્હીઃ ઉત્તર અને મધ્ય ભારતમાં પ્રચંડ હીટવેવ ચાલી રહી છે. ક્યાંક ગરમીનો પારો 50 ડિગ્રીને પાર પહોંચ્યો છે. જેથી લોકોનું જીવવું મુશ્કેલ થઈ ચૂક્યું છે. આ સાથે ઉત્તર-પૂર્વનાં રાજ્યોમાં ભારે વરસાદનો કહેર છે. અહીં કેટલાય લોકોનાં મોત થયાં છે. મોસમ એના રૌદ્ર રૂપમાં છે અને લોકો રાહત માગી રહ્યા છે. બિહારમાં હીટ વેવને કારણે 50 વિદ્યાર્થીઓ બેહોશ થયાના અહેવાલ હતા.

બિહારના શેખપુરા અને બેગુસરાયની સ્કૂલોમાં હીટવેવને કારણે કેટલીક વિદ્યાર્થિનીઓ બેહોશ તઈ ગઈ હતી. આ વિદ્યાર્થિનીઓને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. શેખપુરાની સદર હોસ્પિટલના ડોક્ટર રજનીકાંત કુમારને જણાવ્યું હતું કે વધતા પારાને કારણે વિદ્યાર્થીઓ મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. જે વિદ્યાર્થીનીઓને દાખલ કરવામાં આવી છે, હવે તેમની હાલત સ્થિર છે.

શેખપુરાના મનકૌલ ગામ સ્થિત મિડલ સ્કૂલના હેડ માસ્ટર સુરેશ પ્રસાદે જણાવ્યું હતું કે સ્કૂલમાં ગરમીને કારણે પ્રાર્થના દરમ્યાન 6-7 વિદ્યાર્થી બેહોશ થયા હતા. આ વિદ્યાર્થીઓને તરત પ્રાથમિક સારવાર આપી હતી.

બેગુસરાયમાં એક સ્કૂલમાં વધરી ગરમીને કારમે વિદ્યાર્થીઓની તબિતબ બગડી હતી તેમને સારવાર માટે હોસ્ટિપલ લઈ જવામાં આવ્યા હતા. વધતી ગરમીની વચ્ચે બિહારમાં સ્કૂલ કેમ ખૂલી હતી એના પર વિપક્ષ સવાલ ઊભા કરી રહ્યો છે. ચિરાગ પાસવાને પણ X પર પોસ્ટ કરીને નીતીશકુમારને સવાલ કર્યો હતો કે આ ભીષણ ગરમીમાં સ્કૂલ ખુલ્લી રહેવાથી બાળકોના આરોગ્ય પર પ્રતિકૂળ અસર પડી રહી છે. તમારા સરકારી અધિકારીના તગલખી ફરમાનને કારણે વિદ્યાર્થીઓ બેહોશ થઈ રહ્યા છે.