ભારતીયોને પરત લાવવા ત્રણ-દિવસમાં 26 ફ્લાઇટ્સઃ વિદેશ સચિવ

નવી દિલ્હીઃ યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવાનું કામ જારી છે. ભારતીય નાગરિકોને પરત લાવવા માટે આગામી ત્રણ દિવસમાં 26 ફ્લાઇટ શિડ્યુલ છે, એમ વિદેશ મંત્રાલયે માહિતી આપી હતી. બધા ભારતીય નાગરિકો યુક્રેનની રાજધાની કિવથી બહાર નીકળી ગયા છે, એમ વિદેશ સચિવ હર્ષવર્ધન શૃંગલાએ કહ્યું હતું.

તેમણે પત્રકારોને સંબોધતાં રશિયા અને યુક્રેનના રાજદૂતોને ખાર્કિવ અને અન્ય સંઘર્ષો ક્ષેત્રોમાં ફસાયેલા ભારતીય નાગરિકો માટે તત્કાળ સુરક્ષિત માર્ગેથી માગ કરી હતી. યુક્રેન સંકટ પર એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં વડા પ્રધાન મોદીએ ખાર્કિવમાં એક ભારતીય વિદ્યાર્થીના મોત પર ઘેરી સંવેદના વ્યક્ત કરી હતી. અમે ખાર્કિવની, સુમી અને અન્ય યુદ્ધક્ષેત્રોની સ્થિતિ માટે બહુ ચિંતિત છે. આગામી ત્રણ દિવસોમાં ભારતીય નાગરિકોને પરત લાવવા માટે 26 ફ્લાઇટ્સ નિર્ધારિત કરવામાં આવી છે, એમ તેમણે કહ્યું હતું.

ભારતીય નાગરિકોને સ્વદેશ લાવવા માટે C-17 IAFનું એરક્રાફ્ટ બુધવારે સવારે ચાર કલાકે રોમાનિયા માટે ઉડાન ભરશે. ભારત, રોમાનિયા અને હંગેરીમાંથી ભારતીયોને પરત લાવવા માટે ફ્લાઇટ્સનું સંચાલન કરી રહ્યું છે. વડા પ્રધાન મોદીને ફ્રાંસના ઇમાન્યુઅલ મેક્રોનો ફોન આવ્યો હતો. મોદીને પોલેન્ડના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી હતી, એમ શૃંગલાએ કરી હતી. ભારતીયોને પરત લાવવા માટે બુચારેસ્ટ અને બુડાપેસ્ટ એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે અમારા બધા નાગરિકોએ કિવ છોડી દીધું છે, હવે કિવમાં અમારા કોઈ નાગરિક નથી.